Stock market down/ સાપ્તાહિક સમીક્ષાઃ ભારતીય બજાર 2.4% ના ભારે ઘટાડા સાથે બંધ થયા

ભારતીય બજારમાં (Indian markets) આ સપ્તાહે જોરદાર ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી (Nifty50)  2.53% ના ઘટાડા સાથે 17,806.8 પર બંધ રહ્યો હતો, ત્યારે સેન્સેક્સ (BSE Sensex)પણ 2.43% ના ઘટાડા સાથે 59,845.29એ બંધ આવ્યો હતો.

Top Stories Business
stock market down 3 સાપ્તાહિક સમીક્ષાઃ ભારતીય બજાર 2.4% ના ભારે ઘટાડા સાથે બંધ થયા

નવી દિલ્હી: ભારતીય બજારમાં (Indian markets) આ સપ્તાહે જોરદાર ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી (Nifty50)  2.53% ના ઘટાડા સાથે 17,806.8 પર બંધ રહ્યો હતો, ત્યારે સેન્સેક્સ (BSE Sensex)પણ 2.43% ના ઘટાડા સાથે 59,845.29એ બંધ આવ્યો હતો.

સોમવારે, સતત બે સત્રના નુકસાન પછી, ઓટો(Aut0), FMCG અને Power sectorમાં ઉછાળાને કારણે ભારતીય બજારમાં વધારો જોવા મળ્યો. શરૂઆતમાં ધીમા રહ્યા બાદ વિદેશી રોકાણકારોના (FII) રોકાણને કારણે તેમાં તેજી આવી હતી.વિદેશી રોકાણકારોએ લગભગ 10,555 કરોડ રૂપિયા ઠાલવ્યા છે.

મંગળવારે ભારતીય બજાર મામૂલી નુકસાન બાદ ફરી રિકવર થયું. તેની પાછળનું કારણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમા (Reliance industries) ખરીદી હતી. તો બીજી તરફ બુધવારે પણ સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આરબીઆઈની મોનેટરી પોલિસી મીટિંગ (RBI Policy) અને મેક્રો ઈકોનોમિક ડેટા (Macro Economic data) જાહેર થયા બાદ બજારમાં આ ઘટાડો નોંધાયો હતો.

ભારતીય બજાર માટે ગુરુવારનો દિવસ પણ નિરાશાજનક રહ્યો. આ દિવસે પણ બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. જોકે, વૈશ્વિક બજારોમાં તેનાથી વિપરીત ઉછાળો જોવા મળ્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના (Shaktikanta das)  બિટકોઈન (Bitcoin) અંગેના નિર્ણયથી રોકાણકારો નિરાશ થયા હતા.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેની પાછળનું કારણ ચીનમાં વધતો કોવિડ માનવામાં આવે છે.