Ahmedabad News: ગુજરાતમાં અજબનો કૌભાંડી ઝડપાયો છે. મોરીસ કિશ્ચિયન નામનો એક વકીલ ઝડપાયો જેણે સરકારી જમીનો પોતાના નામે કરી દેવા પોતે જ અરજદાર બન્યો, પોતે જ આખી બનાવટી આર્બિટ્રેશન કોર્ટ ઉભી કરી, પોતે જ આર્બિટ્રેશનનો જજ બન્યો અને પોતાની જ ફેવરમાં જમીન ફાળવવાનો ચુકાદો આપી જમીન પચાવી પાડી હતી.
બોગસ આર્બીટ્રેટર જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ફોડના હુકમ એકમાત્ર નથી. હાલમાં કોર્ટમાં બીજી સરકારી જમીનો પચાવી પાડવા માટે 10 જેટલા કેસોમાં હુકમો કર્યા છે. જે કેસો હાલમાં સિટી સિવિલ કોર્ટમાં પડતર છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્યની આશરે ૧૦૦ એકરથી વધુ અબજો રૂપિયાની કિંમતી જમીનોના હુકમો બનાવટી આર્બિટ્રેટર મોરીસ સેમ્યુઅલ દ્વારા કરવામાં આવ્યા છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ કિશ્વિયનને 11થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરી હોય તેમાં ફોજદારી કાર્યવાહી થશે.
સિટી સિવિલ કોર્ટમાં વાસણામાં સરકારી જમીનમાં બોગસ હુકમ કરીને દરખાસ્ત મુદ્દે એડવોકેટ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની સામે સિટી સિવીલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. જેના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ થરી છે. સિટી સિવિલ કોર્ટે કરેલા હુકમમાં નોંધ્યુ છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવત્રુ રચીને ફોડ કરવામાં આવ્યો હતો.
આ ફોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને આર્બિટ્રેટર- તરીકે નિમવામાં આવેલ ન હોવા છતા પોતે આબીટ્રેટર-જજ તરીકે એકતરફી અને કાયદાના પ્રબંધો વગર ખોટી ટ્રિબ્યુનલ એક પ્રકારની કોર્ટ બનાવી હતી. આરોપીએ ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભું કરી સ્ટાફ. વકીલો ઉભા કરી. જજની જેમ વર્તી જાતે જ કલેઈમ સ્ટેટમેન્ટ અરજી-દાવો તૈયાર કરી. પોતાની પાસે રજૂ કરાવ્યો હતો. તેણે 15 લોકોના સ્ટાફ સાથે નકલી કોર્ટ ઊભી કરી હતી.
આ પણ વાંચો: યુપીના ફ્રોડ દંપતીની અમદાવાદમાંથી થઈ ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા સાઇબર ક્રાઇમનો ભોગ બનીઃ ફ્રોડસ્ટરોએ 7.50 લાખ સેરવી લીધા
આ પણ વાંચો: 3700 કરોડ રુપિયાના બેન્ક ફ્રોડના 30થી વધુ કેસો સંદર્ભે CBIની અમદાવાદ, રાજકોટ સહિત દેશમાં 100 સ્થળોએ તપાસ
