Cricket/ ધમાકેદાર જીત બાદ સ્વદેશ પરત ફરી ટીમ ઈન્ડિયા, જુઓ આ રીતે થયુ સ્વાગત

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. વનડે સિરીઝ 1-2 થી હાર્યા બાદ ભારતીય ટીમે ટી-20 આંતરરાય શ્રેણી 2-1 અને ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતીને દુનિયાને બતાવ્યુ કે ‘હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ’….

Sports
qaweds 11 ધમાકેદાર જીત બાદ સ્વદેશ પરત ફરી ટીમ ઈન્ડિયા, જુઓ આ રીતે થયુ સ્વાગત

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. વનડે સિરીઝ 1-2 થી હાર્યા બાદ ભારતીય ટીમે ટી-20 આંતરરાય શ્રેણી 2-1 અને ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતીને દુનિયાને બતાવ્યુ કે હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ગુરુવારે સવારે ટીમ ઇન્ડિયા ઘરે પહોંચી હતી. રોહિત શર્મા, અજિંક્ય રહાણે, હેડ કોચ રવિ શાસ્ત્રી અને પૃથ્વી શો મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા, વળી બ્રિસ્બેન ટેસ્ટનાં હીરો રહેલા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.

દિલ્હી પહોંચ્યા બાદ પંતે કહ્યું, ‘મને ખૂબ આનંદ થાય છે કે અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહ્યા. જે રીતે અમે સમગ્ર શ્રેણીમાં રમ્યા, પૂરી ટીમ તેનાથી ખૂબ જ ખુશ છે. ટીમ ઈન્ડિયાનાં ઘરે પહોંચવાનો ફોટો શેર થઇ રહ્યા છે. ટીમ ઇન્ડિયાનાં ક્રિકેટરો થોડા દિવસનાં વિરામ બાદ 27 જાન્યુઆરીથી બાયો બબલમાં પાછા આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 5 ફેબ્રુઆરીથી રમાવાની છે. આ શ્રેણી પહેલા તમામ ખેલાડીઓ બાયો બબલમાં આવશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાવાની છે.

પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે પ્રથમ બે ટેસ્ટ માટે આજે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત થવાની છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ક્રિકેટરોની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેન ટેસ્ટ જીતીને શ્રેણી જીતી હતી. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલી પિતૃત્વ રજા પર ઘરે પરત આવ્યો હતો. આ પછી અજિંક્ય રહાણેએ બાકીની ત્રણ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી. એડિલેડમાં, ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં માત્ર 36 રન જ બનાવી શકી અને તેને આઠ વિકેટથી અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન રોહિત શર્મા પણ મુંબઈ પહોંચી ગયો છે. તેના ફોટા અહીં જોઇ શકાય છે. રોહિત શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો પરંતુ તેણે શુભમન ગિલ સાથે જે રીતે ઓપનરની જોડી સંભાળી તે ભારત માટે સારો સંકેત છે. આ સ્ટ્રાઈકર ઓપનિંગ જોડી છે જે ખાસ કરીને વિદેશમાં ભારત માટે મોટો ફાયદાકારક બની શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…