Not Set/ બોલીવુડના આ જાણીતાં ડાન્સરે કરી આત્મહત્યા, હતાં ડીપ્રેશનના શિકાર

મુંબઇ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ ઘણી બધી આત્મહત્યાઓ થઇ છે અને આજે એક એવા જ જાણીતા બોલીવુડના ડાન્સરે મુંબઈમાં પોતાના ઘરમાં જીવન ટુકાવી દીધું છે.બોલીવુડ બીગ્ગીસ અજય દેવગણ, રણવીર સિંહ, રણબીર કપૂર અને બીજા ઘણા બધા સાથે કામ કરનાર ડાન્સર અભિજિત શિંદેએ સવારે સાડા છ વાગ્યા આસપાસ આત્મહત્યા કરી છે. અભિજિત શિંદે ૩૨ વર્ષનાં હતા અને […]

Uncategorized
Abhijit sinde બોલીવુડના આ જાણીતાં ડાન્સરે કરી આત્મહત્યા, હતાં ડીપ્રેશનના શિકાર

મુંબઇ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ ઘણી બધી આત્મહત્યાઓ થઇ છે અને આજે એક એવા જ જાણીતા બોલીવુડના ડાન્સરે મુંબઈમાં પોતાના ઘરમાં જીવન ટુકાવી દીધું છે.બોલીવુડ બીગ્ગીસ અજય દેવગણ, રણવીર સિંહ, રણબીર કપૂર અને બીજા ઘણા બધા સાથે કામ કરનાર ડાન્સર અભિજિત શિંદેએ સવારે સાડા છ વાગ્યા આસપાસ આત્મહત્યા કરી છે.

અભિજિત શિંદે ૩૨ વર્ષનાં હતા અને તેઓએ ફાંસી ખાઈ લીધી હતી. આ અંગે પોલીસને જાણ અભિજીતના પાડોશીએ કરી હતી જયારે એમણે અભિજીતના ઘરનો દરવાજો ખુલ્લો જોયો અને ઘરની અંદર જોયું ત્યારે અભિજિત સીલીંગ વોલ સાથે લટકેલા હતા.

રમેશ ખાડે નામનાં સીનીયર પોલીસ ઓફિસરે આ માહિતી આપી હતી

પોલીસે જણાવ્યું કે, અમે પોસ્ટમોર્ટમ બાદ એમનાં પરિવારના સભ્યોને એમનું મૃત શરીર આપી દીધું છે. પોલીસ આ અંગે આગળ ઇન્વેસ્ટીગેશન કરી રહી છે.

પોલીસને અભિજીતના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે જેમાં એમણે પોતાનું બેંક અકાઉન્ટ પોતાની દીકરીના નામે ટ્રાન્સફર કરવાનું લખ્યું હતું. અભિજિત છેલ્લાં થોડા સમયથી ડીપ્રેશનમાં હતા. ત્રણ મહિના પહેલા એમની પત્ની એમને છોડીને જતી રહી હતી અને તે એમની દીકરીને પણ એના પિતા અભિજિત સાથે મળવા દેતા ન હતા. હાલ અભિજીતની પત્ની એમની માતાને ત્યાં રહે છે.