પશ્ચિમ બંગાળ/ પગમાં ઇજા થયા બાદ પહેલીવાર મમતા બેનર્જીની રેલી, વ્હીલચેર પર કરશે રોડ શો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગની ઈજામાં સુધારો થયા પછી, તેઓ આજે એક રોડ શોમાં ભાગ લેશે.

Top Stories India
amp 1 પગમાં ઇજા થયા બાદ પહેલીવાર મમતા બેનર્જીની રેલી, વ્હીલચેર પર કરશે રોડ શો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગની ઈજામાં સુધારો થયા પછી, તેઓ આજે એક રોડ શોમાં ભાગ લેશે. તેમની પાર્ટી ટીએમસીએ જણાવ્યું કે મમતા બેનર્જી ગાંધી મૂર્તિથી હાજરા સુધી વ્હીલચેરમાં બેસીને રોડ શો કરશે. બપોરે તેઓ હાજરામાં જાહેર સભાને પણ સંબોધન કરશે. આ સાથે જ પાર્ટીએ કહ્યું કે આજે તેમની પાર્ટીનો ચૂંટણી  ઘોષણા પત્ર બહાર પાડવામાં નહીં આવે.

ગયા અઠવાડિયે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જે ઈજા થઈ એ પછી તેઓ આજે પહેલીવાર આવી રહ્યા છે. બુધવારે નંદીગ્રામથી ચૂંટણી ફોર્મ ભર્યા બાદ તેઓ બજારમાં લોકોને શુભેચ્છા આપવા કારના ફૂટબોર્ડ પર ઉભા હતા. તે દરમિયાન ટોળાએ તેમને ધક્કો માર્યો, જેનાથી તેમના પગમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને નંદિગ્રામથી કોલકાતા લાવવામાં આવ્યા હતા, ત્યાંની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : શોપિયાંમાં સુરક્ષા દળોને મળી સફળતા, રાવલપોરામાં એક આતંકવાદી ઠાર

તેમની સારવાર કરાવી રહેલા ડોકટરોએ શનિવારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તબિયતની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેઓ “વધુ સારા” છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાને કારણે તેમના ડાબા પગમાં સોજો પણ ઓછો થયો છે. મમતા બેનર્જીના ડાબા પગ તેમજ જમણા ખભા, ગળાને ગંભીર ઈજાઓ થઈ હતી.ડક્ટરોએ શુક્રવારે સાંજે બેનર્જીને ડિસ્ચાર્જ કર્યા હતા કારણ કે તેમની “હાલતમાં સુધાર” બાદ વારંવાર વિનંતી કરી હતી.

મમતા બેનર્જીએ શરૂઆતમાં આ હુમલાના કાવતરા અંગે જણાવ્યું હતું, પરંતુ તે પછી તેમણે હોસ્પિટલમાંથી એક વીડિયો બહાર પાડ્યો, જેમાં તેમણે કાવતરાનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું કે તેમની કાર પાસે એક ભીડ હતી, જેનાથી તેઓ ચોંકી ગયા. જે બાદ તેમને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો : BSP ચીફ માયાવતીએ મુકાવી રસી, કહ્યું ગરીબોને મફત રસીકરણની વ્યવસ્થા કરે સરકાર