Not Set/ પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન, ફક્ત આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના પગલે આગામી 15 દિવસ માટે કડક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન આવતીકાલે એટલે કે 16 મેથી સવારે 6 થી 30 મે સુધી લાગુ કરવામાં આવશે. 

Top Stories India
A 184 પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન, ફક્ત આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના પગલે આગામી 15 દિવસ માટે કડક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન આવતીકાલે એટલે કે 16 મેથી સવારે 6 થી 30 મે સુધી લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન, શાળા-કોલેજો અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ સાથે મેટ્રો અને બસ સેવાઓ પણ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય સચિવ આલાપન બંધ્યોપાધ્યાયે કહ્યું કે આવશ્યક સેવાઓ સિવાય કંઇ કાર્યરત નહીં થાય અને ફક્ત તેમની સાથે સંકળાયેલા લોકોને જ મુસાફરી કરવાની સ્વતંત્રતા મળશે. ફક્ત 50 લોકોને જ લગ્નમાં ભાગ લેવાની મંજૂરી છે જ્યારે મહત્તમ 20 લોકો અંતિમ વિધિમાં ભાગ લઈ શકશે.

આ પણ વાંચો :મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન

શું-શું રહેશે બંધ ?

  • તમામ શિક્ષણ સંસ્થાઓ સંપૂર્ણ બંધ રહેશે.
  • તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ઓફિસો જ કાર્ય કરશે.
  • બધી ખાનગી કચેરીઓ બંધ રહેશે, ઘરેથી કામ કરવાની છૂટ છે.
  • તમામ સ્પોર્ટ્સ સંકુલ, બાર, જીમ અને મનોરંજન સ્થળો પણ બંધ રહેશે.
  • શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ બંધ રહેશે.
  • બસ-મેટ્રો સંપૂર્ણપણે બંધ રહેશે. આંતર-રાજ્ય બસ સેવા પણ સંપૂર્ણ બંધ રહેશે.
  • રાજકીય અને ધાર્મિક મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
  • તબીબી સંબંધિત ઉદ્યોગો સિવાય બધા બંધ રહેશે.
  • 9 વાગ્યા પછી, કટોકટી સેવા સિવાય તમામ બંધ રહેશે.

આ પણ વાંચો : ભારતમાં બાળકોના રસીકરણને લઈને WHO ચિંતિત, અમીર દેશોને કરી આ અપીલ

શું રહેશે ખુલ્લું?

  • સવારે 7 થી 10 વાગ્યા સુધી કરિયાણાની દુકાનો, છૂટક બજાર ખુલ્લા રહેશે.
  • મીઠાઇ અને માંસની દુકાન સવારે 10 થી સાંજના 5 સુધી ખુલી રહેશે.
  • ચાના વાવેતરમાં 50%  જૂટ મિલોમાં 30% ઉપસ્થિતિની સાથે કામ કરશે.
  • ઇ-કોમર્સ સેવાઓ કાર્યરત રહેશે.
  • એટીએમ અને બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
  • લગ્નમાં 50 અને અંતિમવિધિમાં 20 ની હાજરીની મર્યાદા.
  • ઓપ્ટિકલ શોપ્સ સવારે 10 થી સાંજના 5 સુધી ખુલી રહેશે.

આ પણ વાંચો :ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ, PM મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

બંગાળમાં કોરોના સંક્રમણનો પ્રકોપ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દરરોજ નવા કેસ રેકોર્ડ સ્તરે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે બંગાળમાં મહત્તમ 20,846 નવા કેસો નોંધાયા બાદ સંક્રમણના કુલ કેસ 10 લાખ 94 હજાર 802 સુધી પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ રોગને કારણે વધુ 136 લોકોના મોત પછી મૃત્યુઆંક 12,993 પર પહોંચી ગયો છે. જો કે, ગુરુવારથી રાજ્યમાં 19,131 લોકો સ્વસ્થ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3890 લોકોનાં મોત નીપજ્યાં છે. એક વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 2,66,207 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં 79,552, કર્ણાટકમાં 21,085, દિલ્હીમાં 20,907, તમિળનાડુમાં 17,056, ઉત્તર પ્રદેશમાં 16,957, પશ્ચિમ બંગાળમાં 12,993, પંજાબમાં 11,477 અને છત્તીસગઢમાં 11,461 લોકોનો સમાવેશ છે લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા ચેપગ્રસ્ત લોકોમાં, 70 ટકાથી વધુ અન્ય ગંભીર રોગોથી પીડિત છે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત

kalmukho str 12 પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન, ફક્ત આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ