ભાવવધારો/ દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલું LPG સિલિન્ડર પણ મોંઘું,ભાવમાં થયો આટલો વધારો

મંગળવારથી 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. ઘણા મહિનાના અંતરાલ બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે

Top Stories India
13 15 દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલું LPG સિલિન્ડર પણ મોંઘું,ભાવમાં થયો આટલો વધારો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર)ના ભાવમાં પણ વધારો કર્યો છે. આ પહેલા કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો હતો. આના થોડા દિવસો પહેલા મોટી દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આ રીતે સામાન્ય લોકો એક સાથે મોંઘવારીનો ભોગ બન્યા છે,ત્યારે ઘરેલું એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે.

મંગળવારથી 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. ઘણા મહિનાના અંતરાલ બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતા. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 899.50 રૂપિયા હતો.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 976 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભાવ રૂ. 938 થી વધીને રૂ. 987.5 થયો છે. પટનામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 998 રૂપિયાથી વધીને 1039.5 રૂપિયા થઈ ગઈ છે.

મુંબઈમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે. અહીં તેની કિંમત 899.5 રૂપિયા હતી. બીજી તરફ ચેન્નાઈમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 965.5 રૂપિયા થઈ ગયો છે. અગાઉ શહેરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો દર 915.5 રૂપિયા હતો.

લાંબા સમયથી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર હતા. 6 ઓક્ટોબર, 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઈલની આ મોંઘવારી ગ્રાહકો સુધી પહોંચાડવી જરૂરી બની ગઈ છે. જેના કારણે મંગળવારે સવારે ઈંધણના ભાવમાં વધારો થયો હતો.અગાઉ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.