Election/ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 192 ઉમેદવારોની શું છે શૈક્ષણિક લાયકાત, વાંચો આ ખાસ અહેવાલ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન ભાજપમાંથી તમામ 192 બેઠકો પર ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે.ત્યારે ભાજપના ઉમેદવારોના અભ્યાસ અને વ્યવસાય અંગે પ્રાપ્ત થયેલી માહિતી પ્રજા સમક્ષ મૂકવા મંતવ્યન્યઝૂ દ્વારા પ્રયાસ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
a 140 અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 192 ઉમેદવારોની શું છે શૈક્ષણિક લાયકાત, વાંચો આ ખાસ અહેવાલ

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન ભાજપમાંથી તમામ 192 બેઠકો પર ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે.ત્યારે ભાજપના ઉમેદવારોના અભ્યાસ અને વ્યવસાય અંગે પ્રાપ્ત થયેલી માહિતી પ્રજા સમક્ષ મૂકવા મંતવ્યન્યઝૂ દ્વારા પ્રયાસ થયો છે.

  • ભાજપના 192 ઉમેદવારોનું વર્ગીકરણ
  • 192 ઉમેદવારોમાં 2 ઉમેદવારો તબીબ
  • 4 ઉમેદવારો એન્જનીયર તો 1 પીએચડી
  • 55 ઉમેદવારો ધોરણ-10 પાસ
  • 33 ઉમેદવારો ધોરણ-12 પાસ
  • પરપ્રાંતિય 15 ઉમેદવારોની ઉમેદવારી
  • યુવા વય 20 થી 30 વર્ષ સુધીના 11 ઉમેદવારો

અમદાવાદ મહાનગરની ચૂંટણી માટે સૌથી મોટા રાજકીયપક્ષ ભાજપમાંથી શહેરના 48 વોર્ડના 192 ઉમેદવારે ઉમેદવારી કરી છે. દરમિયાન ભાજપે પસંદ કરેલાં ઉમેદવારે કેટલો અભ્યાસ કર્યો છે.વ્યવસાયગત કેટલાં ઉમેદવારોની પસંદગી કરી છે.એ જાણવા મંતવ્યન્યૂઝ પાસે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 192માં સૌથી શિક્ષિત 1 ઉમેદવાર પી.એચ.ડી. તો 2 ઉમેદવારો વ્યવસાયે તબીબ અને 2 ઉમેદવારો એન્જિનીયર છે. 17 ઉમેદવારોએ એલ.એલ.બી. એટલે કે એડવોકેટનો અભ્યાસ કર્યો છે.  તો ઓછું શિક્ષણ મેળવેલાં જોઇએ તો ધોરણ-10 સુધી અભ્યાસ કરેલાં 55 ઉમેદવારોને ભાજપે ટિકિટ ફાળવી છે.

અભ્યાસની દ્રષ્ટિએ ઉમેદવારોનું વર્ગીકરણ

           અભ્યાસક્રમ            –   ઉમેદારોની સંખ્યા

  • તબીબ                      –        02
  • ચાર્ટડેએકાઉન્ટન્ટ     –        01
  • પીએચડી                 –        01
  • અનુસ્નાતક             –       12
  • સ્નાતક                    –       55
  • ધોરણ-11-12          –       33
  • ધોરણ-10               –       55
  • એલ.એલ.બી.         –       17
  • આઇટીઆઇ             –       03
  • આઇસીએ                –        01
  • પત્રકારિત્વ              –        01
  • અનુસ્નાતક             –        12
  • એન્જિનીયર            –        04
  • પી.ટી.સી.                –        02
  • ફેશનડિઝાઇનર       –       011

આ ઉપરાંત વયની દ્રષ્ટિએ જોઇએ તો 20 થી 30 વર્ષની વયના યુવા 11 ઉમેદવારો પર ભાજપે પસંદગી ઉતારી છે. જો કે ભાજપે સિનિયર સીટીઝીન 60 વર્ષથી વધુ એક પણ ઉમેદવારને કોર્પોરેશનની ટિકિટ આપી નથી. ત્યારે વય પ્રમાણે ઉમેદવારોનું વર્ગીકરણ આ પ્રમાણે છે.

             વય                       –   ઉમેદવારોની સંખ્યા

  • 20 થી  30 –યુવા    –          11
  • 31  થી 40               –          28
  • 41  થી 50               –          78
  • 50  થી 59               –         75

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કરેલાં નિયમનો અમદાવાદમાં અમલ થયો છે.ત્યારે હવે વ્યવસાયગત કે વયના આધારે શહેરીજનો કોની પર પસંદગી ઉતારશે.તે જોવું રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ