T20 World Cup/ એવુ તે શું કર્યુ પંતે કે લોકો ધોનીને યાદ કરવા લાગ્યા? જુઓ Video

UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપમાં પંતે સોમવારે નામીબિયા સામે કંઈક એવું કર્યું જેના કારણે ફેન્સ ધોનીને યાદ કરવા લાગ્યા. પંતે અહીં નામીબિયાની ઇનિંગ્સ દરમિયાન ધોની સ્ટાઇલમાં ફિલ્ડિંગ કરી હતી.

Sports
પંત ધોની સ્ટાઇલ

સોમવારે ભારતીય ટીમ T20 વર્લ્ડકપ મેચમાં તેની અંતિમ મેચ રમી હતી. ગઈકાલે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા નામીબિયા સામે મેદાનમાં ઉતરી હતી. વર્લ્ડકપની અંતિમ મેચ ભારત માટે ખૂબ જ શાનદાર રહી હતી. પહેલા બોલરોએ શાનદાર બોલિંગ કરી, ત્યારબાદ ખેલાડીઓએ જોરદાર બેટિંગ કરી અને ટીમને 9 વિકેટે જીત અપાવી. જો કે આ મેચમાં એક સમય એવો પણ આવ્યો હતો કે ઋષભ પંતને જોઇ લોકો ધોનીને યાદ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો – T20 World Cup / રવિ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો- ખેલાડીઓ પેટ્રોલથી નથી ચાલતા, તેમને આરામની જરૂર

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઋષભ પંત ટીમમાં નિયમિત વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. પંત ઘણીવાર વિકેટ પાછળ કંઈક એવું કરે છે જેના કારણે ફેન્સ તેની સરખામણી ધોની સાથે કરવા લાગે છે. UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપમાં પંતે સોમવારે નામીબિયા સામે કંઈક એવું કર્યું જેના કારણે ફેન્સ ધોનીને યાદ કરવા લાગ્યા. પંતે અહીં નામીબિયાની ઇનિંગ્સ દરમિયાન ધોની સ્ટાઇલમાં ફિલ્ડિંગ કરી હતી, જેના પર ચાહકોએ ખૂબ ટિપ્પણી કરી હતી. આ વીડિયોને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના નામીબિયાની ઇનિંગ્સની નવમી ઓવરમાં બની હતી, જ્યાં રાહુલ ચહરનાં પહેલા જ બોલે નામીબિયાનાં બેટ્સમેન લોફ્ટી ઈટન બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોટ રમીને બે રન લઈ રહ્યા હતા. અહીં કોઈ ફિલ્ડર હાજર ન હતો, તેથી વિકેટની પાછળ ઊભેલો પંત બોલ તરફ દોડ્યો. તેણે અહીં બોલ કેચ પકડ્યો અને સીધો સ્ટમ્પ તરફ ફેંક્યો. ખાસ વાત એ છે કે તેણે આ થ્રો વિકેટ તરફ જોયા વગર ફેંક્યો હતો. અહીં રોહિત શર્મા બોલ પકડવા માટે સ્ટમ્પ પાસે ઉભો હતો. આ જોઇ પ્રશંસકો કહેવા લાગ્યા કે પંતે ધોનીને યાદ કરાવ્યો. આપને જણાવી દઈએ કે, ધોની ઘણીવાર આ સ્ટાઈલમાં ફિલ્ડિંગ કરવા માટે ફેમસ રહ્યો છે અને ઘણી વખત તેને બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા પણ મળી છે.

https://www.instagram.com/reel/CWBNB2flzPN/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – T20 World Cup / 2022 નાં T20 વર્લ્ડકપ માટે આઠ ટીમો ક્વોલિફાઈ, ઈતિહાસની સૌથી ખતરનાક ટીમ બહાર

મેચનાં પરિણામની વાત કરીએ તો ભારતે આ મેચ એકતરફી રીતે જીતી હતી. T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની અંતિમ મેચ રમી રહેલા વિરાટ કોહલીએ ટોસ જીતીને નામીબિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બોલરોનાં જોરદાર પ્રદર્શનને કારણે ટીમ નિર્ધારિત ઓવરમાં 132 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને કેએલ રાહુલે ફરી એકવાર પ્રથમ વિકેટ માટે 86 રન જોડીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. અંતે ટીમે 15.2 ઓવરમાં 136 રન બનાવ્યા અને 9 વિકેટે જીત મેળવી. આ મેચમાં જીત નોંધાવ્યા બાદ પણ ભારત T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી શક્યું નથી.