Politics/ આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન

દેશને હાલમાં કોરોના રોગચાળાની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જે પાર્ટી જે રાજ્યોમાં સત્તામાં છે તે પાર્ટી પોતાનાં વખાણ કરી રહી છે,

Top Stories India
Mucormicosis 22 આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન

દેશને હાલમાં કોરોના રોગચાળાની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જે પાર્ટી જે રાજ્યોમાં સત્તામાં છે તે પાર્ટી પોતાનાં વખાણ કરી રહી છે, તો વિપક્ષ સરકાર ઉપર આકરા આરોપો સાથે તેને ઘેરી રહી છે. આજે ઝારખંડનાં સીએમ હેમંત સોરેને પણ કઇંક આવુ જ કર્યુ હતુ. તેમણે કહ્યું કે, જે પરિવારો પાસે રાજ્યમાં કફન ખરીદવા માટે પૈસા નથી, તેમને મફતમાં કફન આપવામાં આવશે. આ નિવેદન બાદ હવે ભાજપ હુમલો કરી રહ્યુ છે.

માનવતાનું ખરું ઉદાહરણ / માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

ભાજપે કહ્યું હતું કે, જો હેમંત સોરેન કફન વિતરણ કરવાને બદલે દવાઓનો ઉલ્લેખ કરતા હોત તો સારું હોત. હવે ભાજપ આ નિવેદન બાદ હુમલો કરતી જોવા મળી તો જેએમએમનાં નેતાઓ પણ પીછેહઠ કેવી રીતે કરી શકે. ઝારખંડ મુક્તિ મોરચાનાં નેતાઓનું કહેવું છે કે ભાજપને કફન દેખાઈ રહ્યો છે પરંતુ દવાઓ દેખાતી નથી. જણાવી દઇએ કે, ભાજપ પાસે કઇ કહેવા માટે નથી એટલે આવા આરોપો તે લગાવશે. રાજ્યમાં કોરોનાવાયરસને રોકવા માટેની વ્યૂહરચના વિકસાવવા માટે તેમના કેબિનેટ મંત્રીઓની વર્ચ્યુઅલ મીટિંગ બોલાવ્યા પછી, સોરેને જાહેરાત કરી કે લોકડાઉનનાં કારણે લોકોને ખરીદ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરતી રિપોર્ટ વચ્ચે ફ્રી માં કફન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેમંત સરકાર મફત રસી પણ આપી રહ્યા છે મહોદય. પરંતુ તમે અને તમારી નબળી રાજનીતિ – તમને ફક્ત કફન દેખાય છે. જો કે, તમારા ‘ઉત્તમ’ રાજ્યમાં, માતા ગંગામાં તરતા ગરીબ લોકોની લાશ, રેતીમાં દબાયેલા ગરીબ લોકોની લાશ, કૂતરાઓ અને ગીધ દ્વારા શબને નોચીને ખાતો નજારો તમને કદાચ પસંદ આવે છે.

કોરોનાના નિયમોનો ભંગ / રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા

સોરેનનાં નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ભાજપનાં ઝારખંડનાં અધ્યક્ષ અને સાંસદ દીપક પ્રકાશે જણાવ્યું હતું કે, સમસ્યા એ છે કે જ્યારે કેન્દ્ર નાગરિકોનાં જીવ બચાવવા કોઈ કસર છોડી રહ્યું નથી, ઝારખંડમાં જેએમએમની આગેવાનીવાળી સરકાર જનતાને કફનને ફ્રી માં આપવા પર જોર આપી રહી છે. સરકારની ઘોષણાને દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવતા ભાજપનાં પ્રવક્તા કુણાલ સારંગીએ કહ્યુ હતું કે, વહીવટીતંત્રએ વિના મૂલ્યે રાશન અને દવાઓનું વિતરણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

kalmukho str 20 આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન