IPL 2021/ બેંગ્લોર-પંજાબની મેચમાં કેએલ રાહુલ અમ્પાયર સાથે લડી પડયા,જાણો શું છે કારણ

કેએલ રાહુલ આ બાબતે ગુસ્સે થયા, કારણ કે જ્યારે થર્ડ અમ્પાયર નિર્ણયની સમીક્ષા કરી રહ્યા હતા, ત્યારે અલ્ટ્રા એજમાં બતાવવામાં આવ્યું હતું કે જ્યારે બોલ સ્પિન થઈ બહાર આવ્યો ત્યારે મોજામાં થોડો સ્પર્શ થયો હતો

Sports

IPL 2021 મેચ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ બેંગ્લોરની ઇનિંગ્સની 8th મી ઓવરમાં કંઈક એવું બન્યું કે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ અમ્પાયરો પર ગુસ્સે થઈ ગયા.બેંગલુરુએ પંજાબ સામે શાનદાર શરૂઆત કરી હતી, કારણ કે વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની જોડીએ પંજાબ કિંગ્સને મુશ્કેલીમાં મુકી હતી. બેંગ્લોરની ઇનિંગ્સની આઠમી ઓવરમાં જ્યારે રવિ બિશ્નોઇ બોલિંગ કરવા આવ્યો ત્યારે ચોથા બોલ પર કંઇક એવું થયું કે મેદાનમાં હંગામો થયો.

દેવદત્ત પડિકલે રવિ બિશ્નોઈના બોલ પર રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેની નજીકથી બહાર આવ્યો અને સીધો વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં ગયો. કેએલ રાહુલે અપીલ કરી પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો, તે પછી જ્યારે પંજાબની ટીમે રિવ્યુ લીધો તો ત્યારે પણ થર્ડ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો.

આ પણ વાંચો ;ચીનને મોટો ઝટકો, અદાણી ગ્રુપ કોલંબો પોર્ટ પર ટર્મિનલ બનાવશે

કેએલ રાહુલ આ બાબતે ગુસ્સે થયા, કારણ કે જ્યારે થર્ડ અમ્પાયર નિર્ણયની સમીક્ષા કરી રહ્યા હતા, ત્યારે અલ્ટ્રા એજમાં બતાવવામાં આવ્યું હતું કે જ્યારે બોલ સ્પિન થઈ બહાર આવ્યો ત્યારે મોજામાં થોડો સ્પર્શ થયો હતો. આ પછી પણ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. કેએલ રાહુલ આ અંગે ગુસ્સે થયા અને સીધા અમ્પાયર પાસે ગયા.

કેએલ રાહુલે અમ્પાયરને અલ્ટ્રા એજ વિશે પણ વાત કરી, પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો નહીં. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને કેટલાક અન્ય કોમેન્ટેટરો, જેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા, તેમણે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો ;તુલસીના પાનનું સેવન કરવાથી થશે ફાયદા,જાણો કયા રોગોમાં કરે છે અસર