Celebration/ સાક્ષીનાં જન્મ દિવસ પર આ શું કરી રહ્યા છે MS Dhoni? જુઓ આ Funny Video

સાક્ષીનાં જન્મ દિવસનાં અવસર પર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે ધોની પણ જોવા મળી રહ્યો છે. ધોની અહીં બ્લેક ટી-શર્ટમાં જોવા મળે છે અને તેની હળવી દાઢી છે.

Sports
સાક્ષી ધોની જન્મદિવસ

T20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ધોનીનાં ફેન વિચરતા હશે કે તેઓ હવે શું કરી રહ્યા છે, તો અમે તમને જણાવી દઇએ કે, ધોની હવે ક્રિકેટથી દૂર પોતાના ફેમિલી સાથે પોતાનો સમય વ્યતિત કરતો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે શુક્રવારે સાક્ષી ધોનીનો જન્મ દિવસ છે તો તેની ઉજવણીમાં મહેન્દ્રસિંહ ધોની તેની પાસે નજર આવી રહ્યો છે.

આ પણ વાંચો – Cricket / ન્યૂડીલેન્ડ વિરુદ્ધ મેચમાં સિક્યોરિટી જ્યારે માંગતી રહી બોલ, ફેન બોલ લઇને ભાગી ગયો, Video

આપને જણાવી દઇએ કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. સાક્ષી હાલમાં ધોની અને પુત્રી જીવા સાથે રાંચીનાં ફાર્મહાઉસમાં છે. સાક્ષીનાં જન્મ દિવસનાં અવસર પર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે ધોની પણ જોવા મળી રહ્યો છે. ધોની અહીં બ્લેક ટી-શર્ટમાં જોવા મળે છે અને તેની હળવી દાઢી છે. વીડિયોમાં જ્યારે સાક્ષી કેક પર મુકેલી મીણબત્તી ઓલવવા લાગે છે ત્યારે ધોની ચાકુ શોધતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેહરાદૂનની રહેવાસી સાક્ષીએ 4 જુલાઈ 2010નાં રોજ મહેન્દ્રસિંહ ધોની સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સાક્ષી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી અને કોલકાતાની તાજ બંગાળ હોટલમાં ટ્રેઇની તરીકે કામ કરતી હતી. સાક્ષી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોની એક બીજાને બાળપણથી ઓળખતા હતા અને તેમના પિતા રાંચીમાં એક જ ફર્મમાં કામ કરતા હતા. સાક્ષી અને ધોની લગભગ દસ વર્ષ પછી કોલકાતામાં મળ્યા હતા અને બે વર્ષની મિત્રતા પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. સાક્ષી અને ધોનીને જીવા નામની એક પુત્રી છે. એમએસ ધોની ફેબ્રુઆરી 2015માં પ્રથમ વખત પિતા બન્યો હતો અને જીવા હાલમાં છ વર્ષની છે.

https://www.instagram.com/tv/CWbbmIYBBcD/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL 2021ની ફાઈનલ મેચ દરમિયાન એવી ઘણી ચર્ચા થઈ હતી કે સાક્ષી ગર્ભવતી છે અને ધોનીનાં ઘરે એક નવો મહેમાન આવવાનો છે. ઘણા ચાહકોએ આ સમાચારની પુષ્ટિ વિશે પણ લખ્યું. તેમણે સાક્ષીનાં ગર્ભવતી હોવાના સમાચારની પુષ્ટિ કરવા માટે સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાને ટાંકીને જણાવ્યું હતું. જોકે, હજુ સુધી સાક્ષી કે એમએસ ધોની બન્ને તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.