Not Set/ સીબીઆઈનાં સ્પેશીયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું શું છે કનેક્શન મોદી સાથે

સિબિઆઇમાં ઘણી ઉથલપાથલ થઇ છે એ વચ્ચે સીબીઆઈનાં પ્રમુખ આલોક વર્મા અને સ્પેશીયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ બંને ઓફિસર્સને ફોર્સ લીવ પર મોકલ્યા બાદ એમની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી હતી. રાકેશ અસ્થાનાને મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. રાકેશ અસ્થાના 1984 બેચનાં ગુજરાત કેડરનાં IPS […]

Top Stories India Politics
rakesh સીબીઆઈનાં સ્પેશીયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું શું છે કનેક્શન મોદી સાથે

સિબિઆઇમાં ઘણી ઉથલપાથલ થઇ છે એ વચ્ચે સીબીઆઈનાં પ્રમુખ આલોક વર્મા અને સ્પેશીયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ બંને ઓફિસર્સને ફોર્સ લીવ પર મોકલ્યા બાદ એમની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી હતી. રાકેશ અસ્થાનાને મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે.

રાકેશ અસ્થાના 1984 બેચનાં ગુજરાત કેડરનાં IPS છે. તેઓ ચર્ચામાં ત્યારે આવ્યા જયારે એમણે લાલુ યાદવની ઘાસ ઘોટાળામાં ધરપકડ કરી હતી.

ગુજરાતના ફેમસ ગોધરા કાંડની તપાસ માટે તૈયાર કરાયેલી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમનાં હેડ રાકેશ અસ્થાના હતા અને એમણે સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણ હેઠળ દંગાની તપાસ કરી હતી. આ મામલે ગુજરાતનાં સીએમ મોદી પર પણ ઘણાં આરોપ લાગ્યા હતા. આ દરમ્યાન અસ્થાના પર બીજેપી સરકારનાં ઈશારે કામ કરવાનો આરોપ લાગ્યો હતો.

આ ઉપરાંત રાકેશ અસ્થાનાએ 26 જુલાઈ 2008નાં અમદાવાદમાં થયેલાં બોબ્મ ધડાકાની તપાસ પણ કરી હતી. એમણે આ કેસની તપાસ 22 દિવસમાં પતાવીને ચાર્જશીટ રજુ કરી દીધી હતી. જયારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં સીએમ હતા ત્યારે રાકેશ અસ્થાના વડોદરા અને સુરત જેવાં મોટા જીલ્લાનાં પોલીસ કમિશનર પણ હતા. એવી વાત માનવામાં આવે છે કે એ દરમ્યાન એમનું નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેનું કનેક્શન વધુ મજબુત થયું.

આ જ કારણે સીબીઆઈનો જે કિસ્સો સામે આવ્યો છે એને લઈને વિપક્ષ બીજેપી પર હુમલો બોલાવી રહી છે. ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એમને પીએમ મોદીનાં ખાસ કહ્યા હતા.