Not Set/ ગાયક કલાકાર જાવેદ અલીએ શું કહ્યું ઇન્ડિયન આઇડોલ વિશે, જાણો વાસ્તવિકતા

એક સ્પર્ધક એક સંગીત રિયાલિટી શો ફક્ત એટલા માટે જીત્યો કે તે લોકોને વાતોથી ઇમ્પ્રેશ કરી શકતો હતો. તેમ છતાં, હું કહીશ કે  કોને મત આપવો તે વ્યક્તિનું વ્યક્તિગત અભિપ્રાય છે

Entertainment
javed ali ગાયક કલાકાર જાવેદ અલીએ શું કહ્યું ઇન્ડિયન આઇડોલ વિશે, જાણો વાસ્તવિકતા

સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ 12 તેના વિવાદો માટે વધુ ચર્ચામાં છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે શો વિશે કહ્યું હતું કે તેમને સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલાએ તૂત પકડયું હતું અને આજ સુધી ઘણા ગાયકો, સંગીતકારો અને સંગીત સાથે સંકળાયેલા અન્ય લોકોએ પણ  આ શો માટે પોતાના વિચાર રજૂ કર્યા છે. ગાયક  કલાકાર જાવેદ અલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે શો ને જજ કરી રહ્યા હતાં ત્યારે એક સ્પર્ધક એટલા માટે જીત્યો કારણ કે તે આકર્ષક રીતે વાત કરી શકતો હતો. લોકોને મનોરંજન સાથે  મસાલાે પણ  જોઈએ છે. તેમના જીવન વિશે જાણવા માટે લોકો  ઉત્સુક હોય  છે.

જાવેદ વધુમાં  કહે છે કે, ‘બીજી બાજુ જોતાં, હું તમને કહેવા માંગુ છું કે થોડા સમય પહેલા મેં એક શો ને જજ કર્યો હતો, દુર્ભાગ્યવશ  એક સ્પર્ધક એક સંગીત રિયાલિટી શો ફક્ત એટલા માટે જીત્યો કે તે લોકોને વાતોથી ઇમ્પ્રેશ કરી શકતો હતો. તેમ છતાં, હું કહીશ કે  કોને મત આપવો તે વ્યક્તિનું વ્યક્તિગત અભિપ્રાય છે. મને નથી લાગતું કે કોઈને પણ કોઈપણ સ્પર્ધકને મત આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોય.

અમિત કુમાર અને ‘ઇન્ડિયન આઇડોલ’ ના વિવાદ પર જાવેદ અલીએ કહ્યું કે ‘જ્યારે મે આ સાંભળ્યું ત્યારે મને થોડો આશ્ચર્ય થયું કારણ કે  મારી સાથે બન્યું નથી, મેં હંમેશાં મારા વિચાર પ્રામાણિકતાથી વ્યક્ત કર્યા છે. મને કહેવામાં આવ્યું હતું કે તે નકલ ન કરો કારણ કે લોકોને ખબર પડે છે કે તમે પ્રામાણિક છો કે નહીં.