Good News!/ હરભજન સિંહના ઘરે ફરી ગુંજી કિલકારી, પત્નીએ આપ્યો બેબી બોયને જન્મ

ગીતા -હરભજને 2015માં લગ્ન કર્યા હતા અને 2016માં તેમની દીકરી હિનાયાનો જન્મ થયો હતો. ગત મહિને જ ગીતા બસરા માટે તેની બહેનપણીઓએ બેબી શાવર કર્યું

Trending Sports
A 173 હરભજન સિંહના ઘરે ફરી ગુંજી કિલકારી, પત્નીએ આપ્યો બેબી બોયને જન્મ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના ઘરે એક નવો મહેમાન આવ્યો છે. હરભજનની પત્ની ગીતા બીજી વખત માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ બંનેની એક પુત્રી પહેલેથી જ છે. હરભજને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. હરભજને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ લખીને કહ્યું છે કે તેની પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે.

હરભજને ઈન્સ્ટાગ્રામ પર નાનકડા શૂઝ સાથેની એક નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “એક નવો નાનકડો હાથ જેને અમે પકડીશું, તેનો પ્રેમ વિશાળ અને સોના જેટલો કિંમતી છે. એક અદ્ભૂત ભેટ, ખૂબ ખાસ અને સ્વીટ. અમારા દિલ ભરાઈ ગયા છે અને જીવન સંપૂર્ણ થયું છે. અમે ઈશ્વરના આભારી છીએ કે તેમણે અમને સ્વસ્થ દીકરો આપ્યો છે. ગીતા અને બાળક બંનેની તબિયત સારી છે. અમે ખુશીઓથી છલકાઈ રહ્યા છીએ અને અમારા તમામ શુભચિંતકોનો સતત પ્રેમ અને સહકાર માટે આભાર માનીએ છીએ.” હરભજને આ ન્યૂઝ શેર કરતાં જ ક્રિકેટર્સ અને સેલેબ્સ સહિત ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) 

સોશિયલ મીડિયા પર મળ્યા અભિનંદન

હરભજન સિંહની પોસ્ટ શેર કરતાની સાથે જ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા લાગ્યા છે. શ્રીલંકા પ્રવાસ પર હાલમાં ભારતની મર્યાદિત ઓવર્સ ટીમનું નેતૃત્વ કરી રહેલા શિખર ધવને હરભજનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું, “પાજી  મુબારકાં.” આ સિવાય તેમના ઘણા ચાહકો પણ તેમને અભિનંદન આપી રહ્યા છે.

ભારતીય ક્રિકેટમાં હરભજન સિંહનું નામ ખૂબ મોટું છે. તે દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ક્રિકેટર છે. તે હજી પણ ક્રિકેટમાં સક્રિય છે અને આઈપીએલમાં રમે છે. તે આઈપીએલની 14 મી સીઝનના બીજા તબક્કામાં બે વખત વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમશે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra) 

આ પણ વાંચો : ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની તારીખ ફાઇનલ, 18 જુલાઇએ રમાશે પહેલી મેચ

હરભજન  સિંહે તેના જન્મ દિવસે તેની નવી ફિલ્મના મેકર્સે એક પોસ્ટર રિલીઝ કર્યુ હતું. આ પોસ્ટરને હરભજને ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મનું નામ ફ્રેન્ડશિપ છે અને હરભજન તેના દ્વારા સિલ્વર સ્ક્રીન પર પર્દાપણ કરવાનો છે. પરંતુ હરભજને પહેલા પણ ટીમના બાકી ખેલાડીઓની સાથે ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. આ ફિલ્મમાં હરભજનનો રોલ એક મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટૂડન્ટ હશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં હરભજનનું નામ ભજ્જી હશે. આ ફિલ્મ જોન પોલના ડાયરેક્શનમાં બની રહી છે. આ ફિલ્મની જાહેરાત પાછલા વર્ષે કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra) 

જણાવી દઈએ કે, ગત મહિને જ ગીતાની બહેનપણીઓએ તેના માટે વર્ચ્યુઅલ બેબી શાવરનું આયોજન કર્યું હતું. ગીતાના બેબી શાવર માટેની સજાવટ અને તૈયારીઓમાં હરભજને પણ મદદ કરી હતી. ગીતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બેબી શાવરની તસવીરો શેર કરતાં લખ્યું હતું, “મારી ગર્લ્સ બેસ્ટ છે. સુંદર અને સ્વીટ સરપ્રાઈઝ વર્ચ્યુઅલ બેબી શાવર. મને નથી ખબર કે તમારા બધા વિના હું શું કરત પરંતુ તમે સૌએ મને ખાસ હોવાની અનુભૂતિ કરાવી અને ઉત્સાહ વધાર્યો છે. આ સમયગાળામાં આપણી એકબીજાને મળી નથી શકતા અને આવી ક્ષણો સાથે મળીને ઉજવી નથી શકતા, આવી ઘણી ઉજવણીઓ મિસ થઈ છે પરંતુ તમે લોકોએ અદ્ભૂત કામ કર્યું છે. આપણે સૌ અત્યારે વિશ્વના જુદા જુદા ખૂણે બેઠા છીએ ત્યારે આપણને જોડી રાખવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે અને તેના માટે ઈશ્વરનો આભાર માનું છું.”

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra) 

આ પણ વાંચો : સહેવાગ સહિતના ક્રિકેટરોએ ગાંગુલીને આપી અનોખા અંદાજમાં જન્મદિનની શુભેચ્છા

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શનિવાર, 3 જુલાઈના રોજ 41મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેની પત્ની ગીતા બસર અને પુત્રી પણ સાથે જોવા મળ્યા હતા. હરભજન સિંહે તેની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરી હતી. જેમાં તેણે ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ફેસબુક પેજે વીડિયો શેર કર્યો હતો. જેમાં હરભજને ઓલટાઈમ ઈલેવન જાહેર કરી હતી. આ ટીમમાં તેણે ચાર ભારતીય, બે ઓસ્ટ્રેલિયન, બે શ્રીલંકન સહિત ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના અને સાઉથ આફ્રિકાના એક એક ખેલાડીને સ્થાન આપ્યું હતું, હરભજન સિંહની ઓલટાઈમ ઈલેવન આ ટીમમાં તેણે ઓપનર તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માને સ્થાન આપ્યું હતું. જે બાદ વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જેક કાલિસ, એન્ડ્રૂ ફ્લિન્ટોફ, એસ એસ ધોની, શેન વોર્ન, વસીમ અક્રમ, લસિથ મલિંગા અને મુથૈયા મુરલીધનનો સમાવેશ કર્યો હતો.

આ પણ વાંચો :ટેસ્ટ મેચ દરમ્યાન બે ખેલાડીઓએ ચઢાવી બાયો, બધી જ હદો કરી પાર, Video