Election/ લો બોલો!! હવે આ નગરપાલિકામાંથી 500 થી પણ વધુ યુવાનોએ કોંગ્રેસ સાથેે ફાડ્યો છેડો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે પક્ષ પલટો કરવાનો દૌર યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, મોડાસામાં કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પડ્યુ છે. 

Gujarat Others
PICTURE 4 102 લો બોલો!! હવે આ નગરપાલિકામાંથી 500 થી પણ વધુ યુવાનોએ કોંગ્રેસ સાથેે ફાડ્યો છેડો
  • મોડાસા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો
  • મોડાસામાં કોંગ્રેસના ગઢમાં પડયું ગાબડું
  • 500થી વધુ યુવાનોએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો
  • કોંગ્રેસમાંથી AIMIM 500થી વધુ યુવાનો જોડાયા
  • બે યુવાનો AIMIM વોર્ડ નં 8માંથી કરશે ઉમેદવારી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે પક્ષ પલટો કરવાનો દૌર યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, મોડાસામાં કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પડ્યુ છે.

ચૂંટણી આવે એટલે પક્ષ પલટો કરવાનો જાણે દૌર શરૂ થઇ જાય છે. આવુ જ કઇંક  મોડાસામાં થઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, મોડાસામાં 500 થી વધુ યુવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. સુત્રોનું કહેવુ છે કે, આ 500 થી વધુ યુવાનો કોંગ્રેસમાંથી છેડો ફાડી AIMIM સાથે જોડાયા છે. જ્યારે બે યુવાનો વોર્ડ નંબર-8 માંથી AIMIM તરફથી ઉમેદવારી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આપ, એઆઇએમઆઇએમ અને બીટીપી એ ત્રીજા રાજકીયપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ રાજકીયપક્ષનાં અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે. આ રાજકીયપક્ષને મતદારો કેટલાં સ્વીકારે છે તે જોવું રહેશે. તો આર્થિક ખર્ચ તરીકે જોઇએ તો વર્ષ-2015 માં મતદાન દીઠ 20 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મતદાનદીઠ 25 હજાર ખર્ચ થવાની સંભાવના છે. આ સંજોગોમાં હવે ચૂંટણી પંચનાં નિર્ણય પર સૌની નજહ રહેશે.

Ahmedabad: ક્રેડિટકાર્ડ કૌભાંડમાં લાખો રૂપિયાનું  સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું

Political: સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ

Raid: મોરબી-અમદાવાદમાં GSTએ ઝડપી 22.49 કરોડની ટેક્સ ચોરી, તપાસનો ધમધમાટ શરુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ