WhatsApp/ વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું, પહેલાથી વધારે સિક્યોર થશે ચેટ

નવા અહેવાલ અનુસાર, વોટ્સએપ દ્વારા એપલ અને એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરૂ કર્યું છે.

Tech & Auto
whatsapp chat secure

લાંબા સમયથી સાંભળવામાં આવતું હતું કે, વોટ્સએપ ક્લાઉડ બેક-અપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે વોટ્સએપ હવે ગૂગલ ડ્રાઇવ અને આઇ-ક્લાઉડમાં બેકઅપ લેવાયેલી ચેટ્સનું રક્ષણ કરશે. નવા અહેવાલ અનુસાર, વોટ્સએપે iOS અને Android બીટા પરીક્ષકો માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરૂ કર્યું છે. હાલમાં, વોટ્સએપના ચેટિંગ વિભાગમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેનો અર્થ છે કે મોકલનાર અને પ્રાપ્તકર્તા સિવાય કોઈ ચેટ જોઈ શકતું નથી, વોટ્સએપ અને ફેસબુક પણ નહીં. ટૂંક સમયમાં આ સુવિધા ચેટ બેકઅપ માટે સક્ષમ કરવામાં આવશે.

Wabetainfo ના એક અહેવાલ મુજબ, WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીને તમારા બેકઅપને એન્ક્રિપ્ટ કરવાની સંભાવના રજૂ કરી રહ્યું છે. જો તમે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને ઇનેબલ કરો છો, તો તમે iCloud પર તમારા બેકઅપને અનધિકૃત એક્સેસથી સુરક્ષિત કરી શકશો.

વોટ્સએપે સૌથી પહેલા iOS બીટા એપ પર આ ફીચરનું પરીક્ષણ કર્યુ હતું. વોટ્સએપ મેસેજિંગ એપ પણ એન્ડ્રોઇડ બીટા એપ માટે સમાન ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે તમારો ચેટ બેકઅપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય ત્યારે વોટ્સએપ, ફેસબુક અને એપલ પણ ચેટ વાંચી શકતા નથી, કારણ કે તે પાસવર્ડ અથવા 64-અંકની એન્ક્રિપ્શન કીનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ થયેલ છે.

રિપોર્ટ અનુસાર, ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’ નો ઉપયોગ કરીને તમારા બેકઅપને સુરક્ષિત કરવા માટે, તમે વ્યક્તિગત પાસવર્ડ અથવા 64-બીટ એન્ક્રિપ્શન કી પસંદ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો, તો WhatsApp તમારા ચેટ હિસ્ટ્રીને એન્ક્રિપ્ટેડ બેકઅપમાંથી પુન:સ્થાપિત કરવામાં તમારી મદદ કરી શકતું નથી, તેથી ખાતરી કરો કે તમને તમારો પાસવર્ડ યાદ છે.

ફીચર ઓન કરવા માટે, તમારે વોટ્સએપના સેટિંગમાં જવું પડશે, જેમાં ચેટના સેક્શનમાં જઈને, તમે ચેટ બેકઅપનો ઓપ્શન સિલેક્ટ કરશો અને પછી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ સેટિંગ ચાલુ કરશો.

WhatsApp Settings > Chats > Chat Backup > End-to-end Encrypted Backup.

વોટ્સએપ અત્યારે માત્ર પસંદગીના વપરાશકર્તાઓ માટે જ ફીચર રોલઆઉટ કરી રહ્યું છે, જો તમે બીટા ટેસ્ટર છો અને તમને હજુ સુધી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન વિકલ્પ નથી મળ્યો, તો તમે તેની ભવિષ્યના અપડેટમાં મેળવી શકો છો.