Technology/ WhatsApp નું નવુ ફીચર, લેપટોપથી પણ કરી શકશો વીડિયો-વોઇસ કોલ

WhatsApp એ આ મહિનામાં ઘણા નવા ફિચર્સને લોન્ચ કર્યા છે. હવે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે વોટ્સએપ ડેસ્કટોપ અને લેપટોપ પર વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર પણ લાવી શકે છે….

Tech & Auto
zzas 32 WhatsApp નું નવુ ફીચર, લેપટોપથી પણ કરી શકશો વીડિયો-વોઇસ કોલ

WhatsApp એ આ મહિનામાં ઘણા નવા ફિચર્સને લોન્ચ કર્યા છે. હવે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે વોટ્સએપ ડેસ્કટોપ અને લેપટોપ પર વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર પણ લાવી શકે છે.

zzas 33 WhatsApp નું નવુ ફીચર, લેપટોપથી પણ કરી શકશો વીડિયો-વોઇસ કોલ

Wabetainfo નાં એક અહેવાલ મુજબ, ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપે બીટા વર્ઝનનો ઉપયોગ કરીને ટેસ્ટર્સ માટે કોલ સુવિધા શરૂ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપે કેટલાક લોકો માટે બીટા વર્ઝન પર કોલિંગ સેવા શરૂ કરી છે. Wabetainfo એ બીટામાં વોઇસ અને વીડિયો કોલિંગ ફીચરનાં સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે, જેમાં મોબાઇલ જેવા ચૈટ હેડર્સ પર વોઇસ અને વીડિયો કોલ બટનો દેખાય છે.

zzas 34 WhatsApp નું નવુ ફીચર, લેપટોપથી પણ કરી શકશો વીડિયો-વોઇસ કોલ

અહેવાલો અનુસાર, જ્યારે પણ તમારી પાસે WhatsApp વેબ પર કોલ આવે છે, ત્યારે એક અલગ વિંડો પોપ અપ થશે, જેનો ઉપયોગ કરીને તમે ઇનકમિંગ કોલને સ્વીકારી, નકારી શકો છો અથવા અવગણી શકો છો. આપને જણાવી દઇએ કે, હમણાં વોટ્સએપ પર ઓડિયો અને વીડિયો કોલ સુવિધા ફક્ત સ્માર્ટફોનથી જ શક્ય છે. વીડિયો અને વોઇસ કોલ સપોર્ટ ચીજોને વધુ આરામદાયક બનાવશે, કારણ કે યુઝર્સને તેમના ડેસ્કટોપ અને લેપટોપ પર કામ વચ્ચે કોલ અને વીડિયો કોલ કરવાની સુવિધા મળશે. કોલ કરવા માટે તેમને ડેસ્કટોપ અને લેપટોપથી ફોન પર સ્વિચ કરવાની જરૂર નથી.

zzas 35 WhatsApp નું નવુ ફીચર, લેપટોપથી પણ કરી શકશો વીડિયો-વોઇસ કોલ

આપને જણાવી દઇએ કે, મેસેંજર માટે સપોર્ટ પહેલેથી જ વોટ્સએપ વેબ વર્જન પર ઉપલબ્ધ છે. વીડિયો અને વોઇસ કોલ વિકલ્પોની રજૂઆત સાથે અનુભવ વધુ સારો રહેશે. WhatsApp એ આ સુવિધા વિશે કોઈ માહિતી શેર કરી નથી અને તેને જાહેર જનતા માટે ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે જણાવ્યું નથી.

કાર ચાહકો માટે વધુ એક ઝટકો, હવે મહિન્દ્રાની ગાડીઓ પણ થશે મોંઘી

આ કંપની બહાર પાડ્યો 5000 mAhનો સૌથી સસ્તો ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Flipkart કરશે ભારતીય બજારમાં Nokia લેપટોપ લોન્ચ, તેની પ્રી બુકિંગ થશે 18 ડિસેમ્બરથી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો