Online Fraud/ ઓનલાઈન સ્કેમર્સે આ રીતે મહિલાને કરી  ડિજીટલ અરેસ્ટ,પડાવ્યા કરોડો રૂપિયા,ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે 

FedEx Logistics ના નામે ઓનલાઇન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુમાં એક મહિલા સોફ્ટવેર એન્જિનિયર પાસેથી ઠગોએ એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી.

Trending Tech & Auto
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 22T125608.552 ઓનલાઈન સ્કેમર્સે આ રીતે મહિલાને કરી  ડિજીટલ અરેસ્ટ,પડાવ્યા કરોડો રૂપિયા,ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે 

Bengaluru News: FedEx Logistics ના નામે ઓનલાઇન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુમાં એક મહિલા સોફ્ટવેર એન્જિનિયર પાસેથી ઠગોએ એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. મામલો બેંગલુરુના ઈસ્ટ ઝોનનો છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે 16 મેના રોજ તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ FedEx લોજિસ્ટિક્સના એક્ઝિક્યુટિવ તરીકે આપી હતી અને કહ્યું હતું કે તાઈવાનમાં તેના નામે મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ અને કેટલાક નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા, જેને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. કસ્ટમ વિભાગે તેની સામે કેસ નોંધ્યો છે.

આ કોલથી પીડિતા ગભરાઈ ગઈ હતી. દરમિયાન તેને બીજા નંબર પરથી ફોન આવ્યો. આ વ્યક્તિએ પોતાને કસ્ટમ વિભાગના અધિકારી તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે NDPS એક્ટ હેઠળ તેની સામે ગંભીર કેસ નોંધવામાં આવ્યો છે. આ મહિલા વધુ ડરી ગઈ. મહિલાએ નકલી અધિકારીને કહ્યું કે તેણે તાઈવાનમાં આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી, પરંતુ અધિકારીએ કહ્યું કે પાર્સલ પર મહિલાનું નામ અને મોબાઈલ નંબર લખવામાં આવ્યો હતો. આ પછી, આ અધિકારીએ પીડિતાને મદદ કરવાની વાત કરતા તેને સ્કાયપ કોલમાં જોડાવા કહ્યું અને તેને આગામી બે દિવસ સુધી પોતાને એક રૂમમાં બંધ રાખવા અને ફોન પર કે રૂબરૂ વાત ન કરવાની સૂચના આપવામાં આવી.

મહિલા પાસેથી પૈસા કેવી રીતે લેવામાં આવ્યા?

આ બે દિવસ દરમિયાન તેને પૂછપરછના નામે ઘણા અલગ-અલગ નંબરો પરથી ફોન આવ્યા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર, પહેલા સ્કાઈપ કોલમાં બીજી બાજુ પોલીસ સ્ટેશનનું સેટઅપ વીડિયો દ્વારા બતાવવામાં આવ્યું હતું, જેથી મહિલાને ખાતરી આપી શકાય કે જે પણ તપાસ થઈ રહી છે તે સાચી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, થોડા સમય પછી બીજી બાજુનો વીડિયો બંધ થઈ ગયો અને મહિલાને તેનો વીડિયો ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું. આ પછી અલગ-અલગ અધિકારીઓએ તપાસના નામે પીડિતાની સતત પૂછપરછ કરી. આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે તેના આધાર કાર્ડ દ્વારા તેનું બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો મની લોન્ડરિંગનો પણ ખુલાસો થયો. પીડિતા ખૂબ જ ડરી ગઈ, તેને કહેવામાં આવ્યું કે આ મામલો વધુ ગંભીર છે અને તેની ચકાસણી કરવી પડશે. આ કામ માટે મહિલાએ પોતાની બેંકમાં જમા કરેલા પૈસા આરબીઆઈ બેંક ખાતામાં જમા કરાવવાના રહેશે, ત્યારબાદ વેરિફિકેશન થશે અને અડધા કલાક પછી તેના બેંક ખાતામાં પૈસા પાછા જમા થઈ જશે.

1 કરોડ ટ્રાન્સફર થયા

મહિલાને આ કરવા માટે સમજાવ્યા પછી, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ ત્રણ અલગ-અલગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. અડધો કલાક બાદ પણ પીડિતાના પૈસા પરત ન આવતાં તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. મહિલાએ બેંગલુરુના રામમૂર્તિ નગરમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલમાં પૈસા ક્યાંથી મોકલવામાં આવ્યા હતા તે ખાતાઓને જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવધાન! પાસવર્ડ કે પિન ખાતું ખાલી થઈ જવાનું કારણ તો નથી ને?

 આ પણ વાંચો:આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિંક છે? શું થઈ શકે છે તમારી સાથે…

આ પણ વાંચો:EPFO: હવે માત્ર આટલા દિવસમાં જ મળશે ક્લેમ મની, 6 કરોડથી વધુ લોકોને મળશે ફાયદો