Not Set/ પદ્માવતના સેટ પર હુમલો થયો ત્યારે હું બહુ અપસેટ થઇ ગઇ હતી:દીપીકા પદુકોણ

મુંબઇ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ઘણા વિવાદો બાદ અમુક રાજ્યમાં રીલીઝ કરવામાં આવી હતી.દેશમાં પદ્માવતની રીલીઝ પછી ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપીકા પદુકોણ ફરી એકવાર ચર્ચામાં આવી છે.પદ્માવત ફિલ્મ રીલીઝ બાદ પહેલી વાર દીપિકાએ જાણીતા મીડીયા ગ્રુપ ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીત કરી હતી.દીપીકાએ આ ઇન્ટરવ્યુમાં પદ્માવતને લઇને કેટલાંક ખુલાસા કર્યા હતા. આ ફિલ્મને લઈને કરણીસેનાએ દીપીકા […]

Entertainment
t પદ્માવતના સેટ પર હુમલો થયો ત્યારે હું બહુ અપસેટ થઇ ગઇ હતી:દીપીકા પદુકોણ

મુંબઇ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ઘણા વિવાદો બાદ અમુક રાજ્યમાં રીલીઝ કરવામાં આવી હતી.દેશમાં પદ્માવતની રીલીઝ પછી ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપીકા પદુકોણ ફરી એકવાર ચર્ચામાં આવી છે.પદ્માવત ફિલ્મ રીલીઝ બાદ પહેલી વાર દીપિકાએ જાણીતા મીડીયા ગ્રુપ ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીત કરી હતી.દીપીકાએ આ ઇન્ટરવ્યુમાં પદ્માવતને લઇને કેટલાંક ખુલાસા કર્યા હતા.

આ ફિલ્મને લઈને કરણીસેનાએ દીપીકા પદુકોણનું નાક કાપવાની ધમકી આપી હતી. સાથે સાથે એ પણ કહ્યું હતું કે જે દીપિકાનું નાક કાપીને આવશે તેને કરણીસેના દ્રારા ઇનામ આપવામાં આવશે. દીપિકાએ જણાવ્યું હતુ કે જ્યારે પદ્માવતના  સેટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ હતાશ થઇ ગઇ હતી.

પદ્માવતનો વિરોધ જોતા દીપિકાએ સંજય લીલા ભણસાળીને એવી સલાહ આપી હતી કે ફિલ્મને થોડો સમય માટે અટકાવી જોઇએ.જો કે ભણસાળીએ કહ્યું કે તેઓ આ ફિલ્મ કરશે.

સંજય લીલા ભણસાળીની તૈયારી જોતા દીપિકાએ પણ ફિલ્મનો ખતરો લેવાની તૈયારી બતાવી હતી.દીપીકાએ કહ્યું કે મોટા લક્ષ્ય માટે મજબુતી ઉભા રહેવું જરૂરી છે.

પદ્માવત ફિલ્મને અમુક રાજ્યમાં રીલીઝ નથી કરવામાં આવી તેમ છતાં પણ આ ફિલ્મે અત્યાર સુધીનું કલેક્શન ૧૫૦ કરોડ પાર કર્યું છે.

દીપિકાએ પણ જણાવ્યું કે પદ્માવતીનો રોલ તેની કરિયરમાં સૌથી મહત્વનો રોલ હતો.પદ્માવતીની ભુમિકા ચેલેન્જીંગ હતી અને આ પાત્ર સૌથી પડકારરૂપ હતું. હું બાજીરોવ મસ્તાનીમાં તલવાર ચલાવી હતી.પરંતુ પદ્માવતી પાસે તો યોદ્ધાની આત્મા હતી.

દીપિકાએ કહ્યું કે આ પ્રકારની ભૂમિકા ભજવ્યાં પછી તેની અસર લાંબા સમય સુધી રહે છે. આજ સુધી કોઈ ફિલ્મમાં આટલું ખર્ચાળ પાત્ર ક્યારેય નથી બન્યું.