મુંબઈમાં શનિવારે ૬૩માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડના રંગીન કાર્યક્રમની લાંબી રાત સુધી ઉજવણી બાદ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલીવુડની ખ્યાતનામ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવોર્ડ સેરેમનીમાં બેસ્ટ ફિલ્મ ક્રિટીક્સનો એવોર્ડ ન્યુટનને, બેસ્ટ એક્ટર ફિમેલમાં વિદ્યા બાલન અને બેસ્ટ એક્ટર મેલ ઇરફાન ખાનને મળ્યો હતો. જયારે બેસ્ટ મ્યુઝિક અવોર્ડ ‘જગ્ગા જાસૂસ’ માટે પ્રિતમને મળ્યો, બેસ્ટ લિરિક્સનો અવોર્ડ આ જ ફિલ્મના ગીત ‘ગલતી સે મિસ્ટેક’ માટે અમિતાભ ભટ્ટાચાર્યને મળ્યો હતો.
૬૩માં ફિલ્મફેર એવોર્ડમાં કલાકારોને મળ્યા આ એવોર્ડ :
- બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) – હિંદી મીડિયમ
- બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) – ન્યૂટન
- બેસ્ટ એક્ટર (ફિમેલ -પોપ્યુલર) – વિદ્યા બાલન (તુમ્હારી સુલુ)
- બેસ્ટ એક્ટર (મેલ-પોપ્યુલર) – ઇરફાન ખાન (હિન્દી મીડીયમ)
- બેસ્ટ એક્ટર (મેલ ક્રિટીક) – રાજકુમાર રાવ (ટ્રેપ્ડ)
- બેસ્ટ એક્ટર (ફીમેલ ક્રિટિક) – ઝાઈરા વસીમ (સીક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ ડાયરેક્ટર (પોપ્યુલર) – અશ્વિની ઐયર તિવારી (બરેલીની બરફી)
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- કોંકણા સેનશર્મા (ડેથ ઈન ધ ગંજ)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) – મેહર વીજ (સિક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) – રાજકુંવર રાવ (બરેલીની બરફી)
- બેસ્ટ ઓરિજનલ સ્ટોરી – અમિત મસૂરકર (ન્યૂટન)
- બેસ્ટ મ્યૂઝિક આલ્બમ – પ્રીતમ (જગ્ગા જાસૂસ)
- બેસ્ટ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (ઉલ્લૂ કા પટ્ઠા – જગ્ગા જાસૂસ)
- બેસ્ટ સિંગર (ફીમેલ) – મેઘાના મિશ્રા (નાચડી ફિરા – સિક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ સિંગર (મેલ) – આરિજિત સિંહ (રોકે ના રુકે નૈના – બદરીનાથ કી દુલ્હનિયા)
- બેસ્ટ ડાયલોગ- હિતેશ કેવલ્યા (શુભ મંગલ સાવધાન)
- બેસ્ટ સ્ક્રીનપ્લે- શુભાશીષ ભુટિયાની (મુક્તિ ભવન)
- લાઇફટાઈમ એચીવમેંટ એવોર્ડ- બપ્પી લહરી, માલા સિન્હા