Politics/ ફોટોગ્રાફી મામલે રાજ ઠાકરે બોલ્યા- “શું હું રાજ કુન્દ્રા છું! નહીં ને?”

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરેએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે જે ચર્ચાઓનો એક ભાગ બની ગયુ છે. જણાવી દઇએ કે, રાજ ઠાકરે આ દિવસોમાં પૂણેનાં ત્રણ દિવસીય પ્રવાસ પર છે.

Top Stories India
11 595 ફોટોગ્રાફી મામલે રાજ ઠાકરે બોલ્યા- "શું હું રાજ કુન્દ્રા છું! નહીં ને?"

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરેએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે જે ચર્ચાઓનો એક ભાગ બની ગયુ છે. જણાવી દઇએ કે, રાજ ઠાકરે આ દિવસોમાં પૂણેનાં ત્રણ દિવસીય પ્રવાસ પર છે. ગયા બુધવારે, જ્યારે મીડિયાકર્મીઓએ રાજ ઠાકરેની તસવીરો લેવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે કંઈક એવું કહ્યું જે તે ચર્ચાઓનો એક ભાગ બની ગયું છે.

11 596 ફોટોગ્રાફી મામલે રાજ ઠાકરે બોલ્યા- "શું હું રાજ કુન્દ્રા છું! નહીં ને?"

આ પણ વાંચો – બેકાબુ મહામારી / ચેતી જજો, દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ ફરી 4 લાખને પાર

આપને જણાવી દઇએ કે, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા, જ્યારથી તેની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી તેના નામે સોશિયલ મીડિયા પર મીમ્સ વધી ગયા છે. રાજ કુન્દ્રાની કમાણી અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ પણ શેર કરવામાં આવી રહી છે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ પોર્નોગ્રાફીનાં કેસમાં ધરપકડ થયા બાદ રાજ કુંદ્રા મજાક બની ગયો છે. રાજ કુન્દ્રાને કારણે શિલ્પા શેટ્ટી પણ ટીકાઓનો સામનો કરી રહી છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરેએ પણ રાજ કુન્દ્રા પર કટાક્ષ કર્યો છે. રાજ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરે રાજ કુંદ્રા પર કટાક્ષ લેતા જોવા મળે છે. આ વીડિયોમાં રાજ ઠાકરે તેમની ઓફિસમાં ફોટોગ્રાફરોથી ઘેરાયેલા જોવા મળે છે. દરમ્યાન, રાજ ઠાકરે મરાઠીમાં કહે છે, “શું તમે મારા કાન, નાકથી લઇને મારા વાળ સુધીનાં બધા શોટ (ફોટા) લીધાં છે ને? શોટ આપવાની બાબતે હું રાજ કુંદ્રા નથી. શું હું રાજ કુંદ્રા છું? ના ને.”

11 597 ફોટોગ્રાફી મામલે રાજ ઠાકરે બોલ્યા- "શું હું રાજ કુન્દ્રા છું! નહીં ને?"

આ પણ વાંચો – લોકડાઉન / કોરોના કેસો વધતા 31 જુલાઈ અને 1 લી ઓગસ્ટના રોજ કેરળમાં પૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

રાજ કુંદ્રાને 19 જુલાઈએ મુંબઇ ક્રાઇમ બ્રાંચનાં પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે (27 જુલાઈ), રાજ કુંદ્રાને મુંબઈની આર્થર રોડ જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાએ વેબ સીરીઝ બનાવવાના બહાને ઘણાં મોડેલોની પોર્નોગ્રાફી બનાવવાની લાલચમાં આવી છે. તે પછી હોટ હિટ, ન્યૂફ્લિક્સ અને હોટશોટ્સ જેવા એપ્લિકેશનો અને પ્લેટફોર્મ્સ પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. આ કેસમાં રાજ કુંદ્રા સહિત 11 લોકોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં મુખ્ય કાવતરાખોર રાજ કુંદ્રાને જણાવવામાં આવેલ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજ કુન્દ્રાની હોટશોટ્સ એપ સિવાય ઓછામાં ઓછી 4 અન્ય એપ્સ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ (પ્રોપર્ટી સેલ) કથિત પોર્ન સ્કેન્ડલ કેસની તપાસ કરી રહી છે. મુંબઇ પોલીસે કહ્યું છે કે, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પરથી હોટશોટ્સ એપને હટાવ્યા પછી રાજ કુંદ્રા બીજી એપ્લિકેશન, બોલીફેમ લોંચ કરવાની યોજના બનાવી રહ્યો હતો.