Not Set/ જ્યારે વિમાન રસ્તા પર નીકળ્યું …. જાણો પછી શું થયું…?

મોટા ભાગના લોકોએ રન-વે પરથી આકાશમાં વિમાન ને ઉડતા જોયા હશે, પરંતુ જેમણે શનિવારની વહેલી સવારે જયસોર રોડ પરથી પસાર થયા હતા તે લોકો માટે  આશ્ચર્યજનક બાબત હતી. કારણ છે કે તેમના માટે પહેલીવાર હતું કે ટ્રેક્ટર ટ્રેલર દ્વારા કોઈ વિમાનનું પરિવહન કરવામાં આવતું હતું. શનિવારે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા વાહનો પણ વિમાનથી […]

India
tharur 11 જ્યારે વિમાન રસ્તા પર નીકળ્યું .... જાણો પછી શું થયું...?

મોટા ભાગના લોકોએ રન-વે પરથી આકાશમાં વિમાન ને ઉડતા જોયા હશે, પરંતુ જેમણે શનિવારની વહેલી સવારે જયસોર રોડ પરથી પસાર થયા હતા તે લોકો માટે  આશ્ચર્યજનક બાબત હતી. કારણ છે કે તેમના માટે પહેલીવાર હતું કે ટ્રેક્ટર ટ્રેલર દ્વારા કોઈ વિમાનનું પરિવહન કરવામાં આવતું હતું. શનિવારે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા વાહનો પણ વિમાનથી અંતર રાખી ને દોડી રહ્યા હતા. આ સમય દરમિયાન આ વિસ્તારમાં લગભગ 3 કલાક જામ રહ્યો હતો.

શું છે આખો મામલો

કોલકાતાના એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર તાજેતરમાં એર ઇન્ડિયાએ એરપોર્ટમાં લગભગ 5 વર્ષથી પડેલા બોઇંગ બી 737-200 વિમાનને સ્ક્રેપમાં  વેચ્યું હતું. આ માટે એર ઇન્ડિયાને લગભગ 18 લાખ રૂપિયા મળ્યા છે. વર્ષ 2007 થી 2015 દરમિયાન આ વિમાનનો ઉપયોગ ઇન્ડિયા પોસ્ટ માટે કરવામાં આવ્યો હતો.  પરંતુ કરાર સમાપ્ત થવાને કારણે વિમાન કોઈ ઉપયોગ કર્યા વગર એરપોર્ટ પર નિષ્ક્રિય પડ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર કોલકાતા એરપોર્ટ પર હજી એક ડઝન જેટલા વિમાન બાકી છે જેને ત્યાંથી હટાવવાની જરૂર છે. જેમાં એર ઇન્ડિયા વન, કિંગફિશર એરલાઇન્સ, જેટ એરવેઝ, એર ડેક્કન અને અન્ય એરલાઇન્સના વિમાન શામેલ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.