કાર્યવાહી/ ધોરણ 12ના પેપરમાં પૂછાયેલા પ્રશ્ન માટે સીબીએસઇએ શા માટે માંગી માફી?

સમાજશાસ્ત્રની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વર્ષ 2002માં ગુજરાતમાં કઈ સરકાર હેઠળ હિંસા ફેલાઈ હતી? આ મામલે સીબીએસીએ કહ્યું છે કે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories India
4 ધોરણ 12ના પેપરમાં પૂછાયેલા પ્રશ્ન માટે સીબીએસઇએ શા માટે માંગી માફી?

સીબીએસસી દ્વારા આયોજિત ધોરણ 12મા ટર્મ 1 ના સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો અને હવે CBSEએ આ સમગ્ર મામલે માફી માંગવી પડી છે. હકીકતમાં, સમાજશાસ્ત્રની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વર્ષ 2002માં ગુજરાતમાં કઈ સરકાર હેઠળ હિંસા ફેલાઈ હતી? આ મામલે સીબીએસીએ કહ્યું છે કે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

CBSE એ ટ્વીટ કર્યું, “બુધવારે ધોરણ 12 માં સમાજશાસ્ત્રની ટર્મ 1 પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્ય છે અને પ્રશ્ન પત્રો તૈયાર કરવા અંગે બાહ્ય વિષય નિષ્ણાતો માટે CBSE માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. CBSE ભૂલ સ્વીકારે છે અને જવાબદારો સામે કડક પગલાં લેશે.”

2002માં ગુજરાતમાં કઈ સરકાર હેઠળ હિંસા ફેલાઈ હતી? આ પ્રશ્ન માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ પર કોંગ્રેસ, બીજા પર ભાજપ, ત્રીજા પર ડેમોક્રેટિક અને ચોથા પર રિપબ્લિકનને સ્થાન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મી ટર્મ-1ની પરીક્ષા મંગળવારથી શરૂ થઈ છે, જે 11 ડિસેમ્બર સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયોની પરીક્ષાઓ 1 થી 22 ડિસેમ્બર સુધી ચાલશે. કોરોના મહામારીની નવી શિક્ષણ નીતિને કારણે CBSE એ પરીક્ષા અને મૂલ્યાંકનની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે, જે અંતર્ગત બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં લેવામાં આવી રહી છે. જેમાં 50-50 ટકા સિલેબસમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.

CBSE હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવેલા અન્ય એક ટ્વિટમાં એવું કહેવામાં આવ્યું છે કે CBSE એ પેપર તૈયાર કરનારાઓ માટે તેની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રશ્નો ફક્ત શૈક્ષણિક સંબંધિત અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ અને એવા વિષયોને સ્પર્શવા જોઈએ નહીં જે સામાજિક અને રાજકીય પસંદગીના આધારે લોકોની લાગણીઓને નુકસાન પહોંચાડે.