Brutal murder/ સગાઈ તૂટતાં યુવક હેવાન બન્યો! છોકરીના ઘરે જઈ માથું વાઢી નાખ્યું…

આ પછી બંનેના પરિવારજનો સહમત થયા અને સગાઈ રદ કરી દીધી. સાંજે 5 વાગ્યાની આસપાસ પ્રકાશ છોકરીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં બાળકીના માતા-પિતા પર હુમલો……….

India
Image 2024 05 10T162749.806 સગાઈ તૂટતાં યુવક હેવાન બન્યો! છોકરીના ઘરે જઈ માથું વાઢી નાખ્યું...

Karnataka News: કર્ણાટકના એક ગામમાં 16 વર્ષની છોકરીની 32 વર્ષના યુવકે હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, પ્રકાશ અને છોકરીની સગાઈ ગઈ કાલે થવાની હતી, પરંતુ કોઈએ આ અંગે ચિલ્ડ્રન કમિશનને જાણ કરી. આ મામલાની માહિતી મળતાં જ કમિશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને પરિવારોને કહ્યું કે છોકરી સગીર છે, તેથી આ સગાઈ થઈ શકે નહીં.

આ પછી બંનેના પરિવારજનો સહમત થયા અને સગાઈ રદ કરી દીધી. સાંજે 5 વાગ્યાની આસપાસ પ્રકાશ છોકરીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં બાળકીના માતા-પિતા પર હુમલો કર્યો હતો. બાળકીને ઘરની બહાર ખેંચીને લઈ જવામાં આવી હતી અને તેનું માથું કાપીને હત્યા કરવામાં આવી હતી. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. ગઈકાલે જ છોકરીનું 10માનું પરિણામ આવ્યું અને તે પાસ થઈ હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…