Video/ જ્યારે શાહી ઘોડા પર બેસીને ફૂડ ડિલિવરી કરવા નીકળ્યો Swiggy Boy… જોતા રહી ગયા લોકો

સામાન્ય રીતે ડિલિવરી બોય બાઈક કે સાઈકલ દ્વારા લોકોના ઘરે જમવાનું પહોંચાડે છે, પરંતુ આ Swiggy બોયની વિચિત્ર રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું.

Videos
Swiggy

સોશિયલ મીડિયા પર અવારનવાર નવા નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં Swiggyના એક ડિલિવરી બોયનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઘોડા પર બેસીને ફૂડ ડિલિવરી કરવા જઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો 6 સેકન્ડનો આ વીડિયો ‘Just a vibe’ નામના યુટ્યુબ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આ Swiggy બોય ભીડવાળા રસ્તા પર ઘોડા પર ભોજન પહોંચાડવા જઈ રહ્યો છે. આ વીડિયો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈમાં ભારે વરસાદને કારણે આ ડિલિવરી બોયે ઘોડા પર બેસીને જમવાનું પહોંચાડવાનું પસંદ કર્યું હશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડિલિવરી બોય પોતાની પીઠ પર સ્વિગીની ડિલિવરી બેગ લઈને જઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકોએ તેને ખૂબ જ અનોખી સ્ટાઈલ ગણાવી છે તો કેટલાક લોકોએ તેને પેટ્રોલની વધતી કિંમતોમાં સારો વિકલ્પ ગણાવ્યો છે.

આ પણ વાંચો:હિંદુ દેવી-દેવતાઓની તસવીરવાળા કાગળમાં ચિકન વેચતો હતો મુસ્લિમ યુવક, પછી થયું આવું….

આ પણ વાંચો:રાહુલ ગાંધીનો બાળકી સાથેનો વીડિયો વાયરલ, જાણો શું કહ્યું લોકો

આ પણ વાંચો: વસ્ત્રાલના હીટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની કરાઈ હતી હત્યા