સુરત/ સામાન્ય વરસાદમાં પણ આ કોઝ વે પાણીમાં થઈ જાય છે ગરકાવ, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે

લો-લેવલ કોઝવે માંગરોળ, માંડવી, વાલિયા, બારડોલી અને કામરેજ એમ 5 તાલુકાઓને જોડે છે. પાંચ તાલુકાના લોકો અહીથી અવરજવર કરે છે. ભૂતકાળમાં પણ 5 લોકોના આ કોઝવે પરથી પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે.

Gujarat Surat
લો-લેવલ કોઝ વે માંગરોળ, માંડવી, વાલિયા, બારડોલી અને કામરેજ એમ 5 તાલુકાઓને જોડે છે. પાંચ તાલુકાના લોકો અહીથી અવરજવર કરે છે. ભૂતકાળમાં પણ
  • માંડવી તાલુકાના મુંજલાવથી બૌધાન માર્ગ પર વાવ્યા ખાડીમાં પાણી ઓસરતા જ ખાડી પરથી રસ્તો ખુલ્લો થયો
  • આ માર્ગ માંગરોળ,માંડવી,વાલિયા,બારડોલી અને કામરેજ એમ પાંચ તાલુકાને જોડે છે

સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુંજલાવ ગામથી બૌધાન તરફ જવાના રસ્તા પર વાવ્યા ખાડી પરનો લો લેવલ કોઝવે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઇ જાય છે.કોઝ વે પાણીમાં ગરકાવ થતાં આજુબાજુના ગામો સંપર્ક વિહોણા બની જતા હોય છે.અનેક વખત આ વિસ્તારનાં ધારાસભ્ય અને સાસંદને આ અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.

મહત્વનું છે કે આ લો-લેવલ કોઝવે માંગરોળ, માંડવી, વાલિયા, બારડોલી અને કામરેજ એમ 5 તાલુકાઓને જોડે છે. પાંચ તાલુકાના લોકો અહીથી અવરજવર કરે છે. ભૂતકાળમાં પણ 5 લોકોના આ કોઝવે પરથી પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે. સ્થાનિકો દ્વારા આ બ્રીજને ઊંચો બનાવવાની માંગ સાથે અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે. પરંતુ તંત્ર જાગતું નથી. લોકોને ફક્ત આશ્વાસન જ મળે છે કે પુલ બની જશે.

મહત્વનું છે કે આ કોઝવે પરથી શાળા -કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરે છે ત્યારે સામાન્ય વરસાદમાં પણ કોઝવે ગરકાવ થઈ જતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. વાહનવ્યવહાર પણ ઠપ થઈ જાય છે. લો લેવલ બ્રીજને બેરલ બ્રીજ બનાવવામાં આવે તેવી વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે. તો શું તંત્ર હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ?? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

World/ ઈંગ્લેન્ડમાં ફરી ભારતીય પર વંશીય ટિપ્પણી, વેલ્સ ક્રિકેટ બોર્ડ મામલાની તપાસ કરશે