Bollywood/ સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે ક્યારે થશે રિલીઝ? જાણો

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધેની ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવ્યો છે.

Entertainment
ગરમી 56 સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે ક્યારે થશે રિલીઝ? જાણો

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધેની ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવ્યો છે. જણાવી દઇએ કે, રાધે ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.

અભિનેતા સલમાન ખાને સોશિયલ મીડિયા દ્વારા તેની ઘોષણા કરી છે. ફિલ્મનું પોસ્ટર બહાર પાડતી વખતે સલમાને ચાહકોને કહ્યું, “ઈદનું વચન આપવામાં આવ્યું હતું, ઈદ પર જ આવીશું કારણ કે એકવાર મે…”. સલમાન ખાને આ કેપ્શન સાથે #RadheOn13thMay #2MonthsToRadhe હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે. ફિલ્મનાં પોસ્ટરમાં જોઇ શકાય છે કે સલમાન ખાન એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં જ બતાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ કેટલી દમદાર હશે. જણાવી દઈએ કે, સલમાન દર વર્ષે ઈદ નિમિત્તે તેની ફિલ્મ રિલીઝ કરે છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર જ રિલીઝ થશે. આ ફિલ્મ 13 મે નાં રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.

Instagram will load in the frontend.

તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મો એક્શન, ડ્રામા, મનોરંજનથી ભરપૂર હોય છે અને પ્રેક્ષકોને રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની સાથે મોટા પડદે તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત, એક્શન-ડ્રામા 2021 ની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ્સમાંની એક છે અને ફિલ્મનાં નવા પોસ્ટરે ચાહકોને વધુ ઉત્સાહિત કર્યા છે. ફિલ્મનાં રિલીઝમાં બરાબર બે મહિના બાકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ