Ambaji Mela/ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 07 02T194745.986 અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

Ambaji News: ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે લાખો યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમનો મેળો યાદગાર બનાવવા માટે કલેકટર, દેવસ્થાન ટ્રસ્ટ દ્રારા વિવિધ વિભાગો સાથે બેઠક કરી હતી.

અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે. જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે, ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.

ચાચર ચોકમાં અનેક મંડળો દ્વારા ગરબા ગાયન અને ગરબા રમવાનાં વિશિષ્ટ આયોજનો થાય છે. વિવિધ સંઘો દ્વારા ભવાઈ તથા રાસ-ગરબાનાં આયોજનો પણ થાય છે. ઢોલ-પખવાજ, ત્રાંસા શરણાઈ અને તબલાના તાલે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ગરબે ઝૂમે છે. ગામના લોકો આ મેળા દરમિયાન પોતપોતાનાં ઘરો-દુકાનો અને મુખ્ય માર્ગો પર શણગાર અને રોશની કરીને અંબાજી ગામને શણગારે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભાદરવી પૂનમનો આ અંબાજીનો મેળો આસ્થા શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓ, માઈભક્તો આ મેળામાં જઈને મા અંબાનાં ગુણગાન ગાઈને, મા અંબાના સાંનિધ્યમાં રહીને ધન્યતા અનુભવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત