વિચારધારા/ મહિલાઓ ક્યારે મંત્રી બની શક્તી નથી, તેમનું કામ બાળકો પેદા કરવાનું છે : તાલિબાન

મહિલાઓ તેમની મર્યાદાઓ સમજીને પ્રદર્શન કરવા જોઇએ નહી,સરકાર પ્રદર્શન માટે મંજૂરી આપશે નહી,તાલિબાનો પ્રદર્શનકારીઓ પર અત્યાચાર કરી રહ્યા છે

World
મહિલાઓ

અફઘાનિસ્તાનમાં મહિલાઓ તાલિબાન શાસનની રચના બાદ સરકારમાં  ભાગીદારીને લઈને દેખાવો કરી રહી છે.  સ્થાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો હતો કે ત્યાં કોઈ મહિલાને મંત્રી બનાવવામાં આવશે નહીં. તેમણે માત્ર બાળકો પેદા કરવા જોઇએ.

સ્થાનિક મીડિયા ટોલો ન્યૂઝે એક તાલિબાન પ્રવક્તાને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે, ‘એક મહિલા મંત્રી બની શકતી નથી, તમણે બાળકો પેદા કરવા જોઇએ,પ્રદર્શનકારી મહિલા અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતી નથી. મહિલાઓ તેમની મર્યાદાઓ સમજીને પ્રદર્શન કરવા જોઇએ નહી,સરકાર પ્રદર્શન માટે મંજૂરી આપશે નહી

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદથી સામાન્ય લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અન્ય ઘણા શહેરોમાં તાલિબાન સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે મહિલાઓ આ દેખાવોનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ તાલિબાનને આ પ્રદર્શન પસંદ નથી

afghan12 મહિલાઓ ક્યારે મંત્રી બની શક્તી નથી, તેમનું કામ બાળકો પેદા કરવાનું છે : તાલિબાન

તાલિબાનની સરકારમાં મિલાઓ પોતાની હિસ્સેદારીની વાત કરી રહી છે તે તાલિબાનોને પસંદ નથી તેથી તે મહિલા પત્રકારો પર જાહેરમાં ગુસ્સો ઠાલવી રહ્યા છે.

મહિલાઓનું પ્રદર્શન નાનું હોવા છતાં તાલિબાનો આનાથી હચમચી ગયા છે. તાલિબાન લડવૈયાઓ દ્વારા મહિલાઓની મારપીટ કરવામાં આવી હતી, ત્યાં હાજર પત્રકારો પણ માર્યા ગયા હતા. હવે સરકારની રચના બાદ તરત જ તાલિબાને જાહેરાત કરી છે કે સરકારની પરવાનગી વગર કોઈ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં.

આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં તાલિબાન લડવૈયાઓ દ્વારા મહિલાઓને મારવામાં આવી રહી છે. લડવૈયાઓએ મહિલાઓ અને પત્રકારોને દંડા અને રાઇફલ બટ્ટો વડે માર્યા. તેમજ ઘણા પત્રકારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો.

ગણેશ ચતુર્થી / શ્રદ્વાળુઓ ગણેશ ચતુર્થી પર પંડાલાેમાં ગણપતિના દર્શન નહી કરી શકે, 10 થી19 તારીખ સુધી 144 લાગુ કરવામાં આવી