Entertentment/ ક્યાં થશે KL રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન, સુનિલ શેટ્ટીએ આપ્યો આ સંકેત

ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીએ 23 જાન્યુઆરીએ ખંડાલામાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નના સંભવિત સ્થળ અંગે મોટો સંકેત આપ્યો છે

Trending Entertainment
KL Rahul-Athiya Shetty Wedding

KL Rahul-Athiya Shetty Wedding: ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીએ 23 જાન્યુઆરીએ ખંડાલામાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નના સંભવિત સ્થળ અંગે મોટો સંકેત આપ્યો છે. ખંડાલા સ્થિત જશ્ન બંગલો અદભૂત દેખાતા રિસોર્ટથી ઓછો નથી. આ હવેલી ફૂલો અને છોડથી શણગારેલી છે. જેની અંદર એક સાંકડી નહેર વહે છે. ઘણા લોકો વિચારે છે કે આ તે જગ્યા છે જ્યાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થશે. બીજી તરફ સુનીલ અને માનાએ તેમની દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકેશ રાહુલના પરિવારજનો ટૂંક સમયમાં ખંડાલા પહોંચશે.

સુનીલ શેટ્ટી અને માના તેમની પુત્રીના લગ્નને યાદગાર બનાવવાના તમામ પ્રયત્ન કરી રહ્યા છે. 8 બેડરૂમ સિવાય જશ્ન બંગલાની સામે એક વિશાળ મેદાન છે.  જ્યાં લગ્ન દરમિયાન આઉટડોર પ્રસંગ થવાની સંભાવના છે. સ્વિમિંગ પૂલ પાસે એક સુંદર જગ્યા છે જ્યાં 21 જાન્યુઆરીએ સંગીત સમારોહ યોજાશે. રાહુલ અને આથિયાના લગ્નમાં ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપશે. અભિનેતા સુનીલ શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે તેમની પુત્રી અને કેએલ રાહુલ ખૂબ જ સાદગીથી લગ્ન કરવા માંગતા હતા.

બોલિવૂડ બબલ સાથે વાત કરતા, સુનીલ શેટ્ટીએ કહ્યું,  આથિયા અને રાહુલ બન્ને પોતાના લગ્ન ખૂબ જ સરળ રાખવા માંગે છે અને ફક્ત પરિવારના સભ્યોને જ સામેલ કરવા માંગે છે. આ તેમની ઈચ્છા છે અને માતાપિતા તરીકે હું માત્ર તેમને જ સપોર્ટ કરી શકું છું.” આ સ્ટાર કપલના લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા મુજબ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમી પટેલે અથિયા માટે વેડિંગ ડ્રેસ ડિઝાઈન કર્યો છે. બીજી તરફ, રાહુલ વિજયે કેએલ રાહુલ માટે લગ્નનો ડ્રેસ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો/ Entertentment/રજનીકાંતની આ ફિલ્મમાં જોવા મળશે સાઉથના આ દિગ્ગજ સ્ટાર્સ, બિગ બી પણ કરી શકે છે