Not Set/ WHO એ કોરોના મહામારીને લઇને આપ્યું મોટું નિવેદન, લાંબા સમય સુધી…

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યું છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે શનિવારે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસ મહામારી લાંબા સમય સુધી રહે તેવી સંભાવનાઓ છે, મહામારીને લઇને સ્થિતિનું મૂલ્યાકન કરવા માટે થયેલી બેઠક બાદ આ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ પહેલા WHO એ કહ્યુ હતુ […]

World
e98a042f10102d9eb1fa8230eea1eddc WHO એ કોરોના મહામારીને લઇને આપ્યું મોટું નિવેદન, લાંબા સમય સુધી...

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યું છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે શનિવારે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસ મહામારી લાંબા સમય સુધી રહે તેવી સંભાવનાઓ છે, મહામારીને લઇને સ્થિતિનું મૂલ્યાકન કરવા માટે થયેલી બેઠક બાદ આ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ પહેલા WHO એ કહ્યુ હતુ કે, હવે આપણે કોરોના સાથે જીવવાનું શીખી લેવુ જોઇએ

WHO નાં વડા ટેડ્રોસ એડહોનમ ગેબ્રીએસુસે કહ્યું કે, હવે વિશ્વએ કારોના વાયરસ સાથે જીવવાનું શીખવું પડશે‘, જો યુવાનો વિચારી રહ્યા છે કે તેઓને વાયરસથી કોઈ જોખમ નથી, તો તેમના માટે એ વિચારવું ખોટું છે કારણ કે યુવાનો કે કોરોના ન માત્ર ચેપથી મૃત્યુ તરફ દોરી શકે છે, પરંતુ તેઓ તેને ઘણા નબળા વિર્ગોમાં પણ ફેલાવવાનું કામ પણ કરી રહ્યા છે, જેના કારણે ચેપ ફેલાઈ રહ્યો છે, હાલમાં તેની રસી આવવાનો સમય છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1.78 કરોડને વટાવી ગઈ છે, ત્યારે વિશ્વમાં મૃતકોની સંખ્યા પણ 6.83 લાખને વટાવી ગઈ છે. બ્રિટેનને પછાડીને દુનિયામાં થતી કુલ મોતનાં મામલામાં મેક્સિકો ત્રીજા નંબર પર આવી ગયો છે, અહી 24 કલાકમાં થયેલી 688 મોત સાથે કુલ મોત 46,688 થઇ ગઇ છે. જ્યારે બ્રિટેનમાં આ આંક 46,119 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.