Entertainment News/ કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે લોક ગાયિકા રાજલ બારોટે કર્યા લગ્ન

ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂવાત કરી

Trending Entertainment
1 2025 02 06T103927.983 કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે લોક ગાયિકા રાજલ બારોટે કર્યા લગ્ન

 Entertainment News: ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ (Rajal Barot) આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂવાત કરી,ગુજરાત રાજ્યમાં લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે વીસ મેના રોજ ધામધૂમથી ભાવિ પતિ જોડે સગાઈ કરી હતી.

સ્વ.મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટને ગાયકીનું પ્રથમ શિક્ષણ તેના પિતાએ આપ્યું હતું. રાજલના પ્રથમ ગુરુ તેના પિતા છે. લોકડાયરામાં આજે રમઝટ જમાવનાર રાજલ બારોટના ભાવિ પતિ ઉનામાં યુવા નેતા અને સામાજિક,રાજકીય ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે હાલ ઉના નગરપાલિકાના સહુથી વધુ મતે ચૂંટાયેલા સભ્ય અને કોળી સમાજના તાલુકા પ્રમુખ સાથે સમાજસેવકની પણ જવાબદારી વહન કરે છે તેમના ધર્મ પત્ની રાજલ બારોટે જુલાઈ 2006માં પહેલી વખત લોકગીતની પ્રસ્તુતિ આપી હતી.પિતાના વારસાને આગળ ધપાવી રાજલ આજે પોતાના લોકગીતોથી લોકોના મન ડોલાવી રહી છે પરિવારમાં ભાઈ તરીકેની જવાબદારી રાજલ બારોટે ઉઠાવી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 06T110401.992 1 કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે લોક ગાયિકા રાજલ બારોટે કર્યા લગ્ન

3 બહેનોના લગ્ન બાદ પોતે ફેબ્રુઆરીમાં સાત ફેરા ફરી પોતાના સાસરે ઉના આવી પહોંચ્યા છે. અગાઉ બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કરી નવો ચીલો ચાતર્યો હતો. માતાપિતાની છત્રછાયા ગુમાવનાર રાજલે એકલપંથે બહેનોને મોટી કરી અને સાસરે વળાવી હતી. ભાઈ ન હોવાથી વર્ષોથી તેની બહેનો રાજલને રાખડી બાંધે છે. સાથે ઉનાના રાજકીય અને સામાજિક અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ દ્વારા પણ પોતાના લાડકવાયા દીકરાના અલ્પેશભાઈના લગ્ન સાદાઇથી કરી સમાજને નવી પ્રેરણા પૂરી પાડી નવી શરૂવાત કરી છે સમયના સાથે ખોટા વરઘોડા જેવા જાજરમાન ખર્ચથી બચવા સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું અને સાદગી થી લગ્ન પુર્ણ કરી ઉના આવી પહોંચ્યા હતા આ લગ્નમાં નામી અનામી કલાકારોનો,ઉધોગપતિઓ,રાજકીય લોકોનો જમાવડો જોવા મળ્યો હતો….

@કાર્તિક વાજા

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટ અલ્પેશ સાથે થઇ સગાઇ…..

આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટ 20 મેના રોજ કરશે સગાઈ

આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટે નિભાવી પિતાની ફરજ, નાની બહેનોના લગ્ન કરાવી કર્યું કન્યાદાન