Surat News/ સુરતમાં 18 વર્ષથી વોન્ટેડ લૂંટનો આરોપી ઝડપાયો

સુરત શહેરમાં 18 વર્ષથી વોન્ટેડ લૂંટનો આરોપી ઝડપાયો છે. આ આરોપી મધુર જ્વેલર્સ લૂંટમાં વોન્ટેડ હતો. 2007માં આરોપીએ 8.44 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હતી. રોપી જિત્રા મંગા વસુનીયાની પોલીસે ધરપકડ કરી છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત શહેરમાં 18 વર્ષથી વોન્ટેડ લૂંટનો આરોપી ઝડપાયો છે. આ આરોપી મધુર જ્વેલર્સ લૂંટમાં વોન્ટેડ હતો. 2007માં આરોપીએ 8.44 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હતી. રોપી જિત્રા મંગા વસુનીયાની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી એમપીના જાંબુઆમાં આવેલા ઝાયડા ગામે રહેતો હતો. આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ સુરત પોલીસે અપહરણ વિથ લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ કરી હતી.

અપહરણ વિથ લૂંટનો આ ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તપાસમાં તેનુ નામ ગણેશ ઉર્ફે રાવસિયા જ્ઞાનેશ્વર પાટીલ હોવાનું બહાર આવ્યું છે.અગાઉ આ ગુન્હામાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે હાલમાં ઝડપાયેલો આરોપી ગણેશ પાટીલ આ ગુનામાં વોન્ટેડ હતો. આ બનાવમાં આરોપીઓએ રાંદેરના યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવક પાસેથી રૂ. 31 લાખના USDT, રોકડા 18 હજારની લૂંટ કરી હતી.SOGએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલાં સુરત પોલીસે સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો (Loot) મામલો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ (Valsad) જિલ્લામાંથી ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. 4.54 કરોડ કબ્જે કરવામાં આવ્યા હતા.  વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાં આવી હતી.  પારડી-પલસાણા નજીકથી બે આરોપી ઝડપવામાં આવ્યા છે. બાકીના ત્રણ આરોપીઓ ભિલાડ નજીકથી ઝડપાયા છે.

લૂંટનો કરોડોના મુદ્દામાલ પણ મળ્યો છે. લૂંટ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવાયા છે. આમ આરોપીઓ લૂંટનો માલ ઠેકાણે પાડે તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. તેના લીધે તેઓને લૂંટના માલનો નિકાલ કરવામાં નિષ્ફળતા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોબાઈલ લૂંટારુંઓને આખી જિંદગી યાદ રહેશે સુરતની આ ઘટના! જાહેરમાં પોલીસે કર્યું એવું કામ કે…

આ પણ વાંચો: સુરતમાં ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપીને વેપારી પાસેથી 8 કરોડ રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: સુરતમાં લૂંટ વિથ મર્ડર, 50 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા મારી કરી હત્યા