Technology/ કોણ હતા ડૉ.કમલ રણદિવે, શા માટે ગૂગલે આજે તેમનું ડૂડલ બનાવ્યું છે

રાણદિવેએ વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પણ ભારત પરત ફરીને તેમના જ્ઞાનનો દેશમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Top Stories Tech & Auto
Untitled 112 કોણ હતા ડૉ.કમલ રણદિવે, શા માટે ગૂગલે આજે તેમનું ડૂડલ બનાવ્યું છે

ગૂગલે  ક્યારેક ક્યારેક  નવા ડૂડલ બનવી ને સમર્પિત કરતુ હોય છે . ત્યારે આજે ગૂગલે  આજે તેનું ડૂડલ ભારતીય કોષ જીવ વિજ્ઞાની ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે.  આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે. તેઓ કેન્સર જેવા રોગ પર તેમના અભૂતપૂર્વ સંશોધન માટે અને વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વધુ સારા સમાજનું નિર્માણ કરવા માટે જાણીતા છે. ડૉ. રણદિવે પરનું આ ડૂડલ ભારતના કલાકાર ઈબ્રાહિમ રૈનતકથ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં ડૉ. રણદિવે માઈક્રોસ્કોપ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો ;ભાવમાં ઘટાડો / દેશમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ક્યા રાજ્યમાં મળે છે? તફાવત જાણી ચોંકી જશો

મલ સમરથ, જેને કમલ રણદિવે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતાએ તેમને હંમેશા તબીબી શિક્ષણ માટે પ્રેરણા આપી, પરંતુ ડૉ. રણદિવેનું મન બાયોલોજીમાં  જ રહ્યું. ડૉ. રણદિવેના પિતા દિનકર પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બાયોલોજીના પ્રોફેસર હતા. તે ઈચ્છતા હતો કે તેની બધી દીકરીઓ પણ સારું શિક્ષણ મેળવે. ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ;T20 World Cup / 2022 નાં T20 વર્લ્ડકપ માટે આઠ ટીમો ક્વોલિફાઈ, ઈતિહાસની સૌથી ખતરનાક ટીમ બહાર

ઉલ્લેખનીય છે કે, ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતના સંશોધકોમાંના એક છે જેમણે સ્તન કેન્સર અને આનુવંશિકતા વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. આ સિવાય તેણે કેન્સર અને કેટલાક વાયરસ વચ્ચેના સંબંધની પણ ઓળખ કરી.
વર્ષ 1973માં ડૉ. રણદિવે અને તેમના 11 સાથીઓએ વિજ્ઞાનમાં મહિલાઓને ટેકો આપવા માટે ઈન્ડિયન એસોસિએશન ઓફ વિમેન સાયન્ટિસ્ટ્સ ની સ્થાપના કરી. આ ઉપરાંત ડૉ. રાણદિવેએ વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પણ ભારત પરત ફરીને તેમના જ્ઞાનનો દેશમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.