Election Result/ આમ આદમી પાર્ટી કોનું સમીકરણ બગાડશે,મતગણતરી શરૂ

ગુજરાત ચૂંટણીમાં હવે ગણતરીના જ મિનિટ બાકિ છે, હવે રિઝલ્ટ આવવાની શરૂઆત થઇ રહ્યું છે ત્યારે કયાશ, લગાવવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોને નડશે તે જોવાનું રહ્યું

Gujarat Gujarat Assembly Election 2022
4 11 આમ આદમી પાર્ટી કોનું સમીકરણ બગાડશે,મતગણતરી શરૂ

ગુજરાત ચૂંટણીમાં હવે ગણતરીના જ મિનિટ બાકિ છે, હવે રિઝલ્ટ આવવાની શરૂઆત થઇ રહ્યું છે ત્યારે કયાશ, લગાવવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોને નડશે તે જોવાનું રહ્યું .  1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. આજે આ ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી યોજાશે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.આમ આદમી પાર્ટી કોનું સમીકરણ બગાડશે ટૂંક સમયમાં જ ખબર પડિ જશે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસરઆસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.