સુનાવણી/ 15 -16 માર્ચથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો છતાં ટેસ્ટીંગ ઓછું કેમ,હાઈકોર્ટે લીધો સરકારનો ઉધડો

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યમાં કોવિડ પરિસ્થિતિને લઈને થશે સુઓમોટો અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી,રાજ્ય સરકાર કોવિડ નિયંત્રણને લઈને લીધેલા પગલાં બાબતે બાબતે જવાબ રજૂ કર્યો હતો, અરજીને  લઇ રાજ્ય સરકાર દ્વારા

Top Stories Gujarat
gujarat highcourt 2 15 -16 માર્ચથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો છતાં ટેસ્ટીંગ ઓછું કેમ,હાઈકોર્ટે લીધો સરકારનો ઉધડો

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યમાં કોવિડ પરિસ્થિતિને લઈને થશે સુઓમોટો અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી,રાજ્ય સરકાર કોવિડ નિયંત્રણને લઈને લીધેલા પગલાં બાબતે બાબતે જવાબ રજૂ કર્યો હતો, અરજીને  લઇ રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું તૈયાર કરાયું છે. હાઈકોર્ટમાં  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ  61 પાનાનું સોગંદનામું  તૈયાર કર્યું છે. જેમાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજ્ય સરકારનો દાવો, પૂરતા બેડ ઉપલ્બધ હોવાનો રાજ્ય સરકારનો દાવો, અમદાવાદની 142 હોસ્પિટલમાં 6283 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો છે.સરકારના સોંગઘનામાં પર આજે હાઇકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં રેમડેસિવિર મામલે હાઇકોર્ટમાં એ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. સાથે જ હાઈકોર્ટે પૂછ્યુ કે, તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા.

કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે હાઈકોર્ટની  સુઓમોટો અરજી  મામલે રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું  તૈયાર કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ સોંગદનામામાં સરકારના દાવા ઓ  રેમડેસિવિર ઇન્જેક્શનની  કાળાબજારી અને લોડકાઉન અંગેના નિર્ણય પર જવાબ આપવામાં આવ્યો છે.જેમાંના કેટલાક દાવાઓ સામે સામે હાઇકોર્ટ નાખુશ જોવા મળી હતી,ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારનો દાવો છે. હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા જણાવ્યું હતું કે 15 અને 16 માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું.

108 ની જે લાઈનો દેખાય તે તમે જોઈ છે. તેને લઈને અમે એસઓપી જાહેર કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતી રહી કે ગાઈડલાઈનનું કરો, પરંતુ રાજ્ય સરકાર માની જ નથી રહી આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે  રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે, કે જે લેશે તે બચશે. તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા. ઝાયડ્સ રેમડેસિવિર માત્ર 899 રૂપિયામાં આપી રહી છે, જ્યારે કાળાબજારમાં તે ઇજેક્શન 12 હજારથી વધુ કિંમતમાં મળી રહ્યા છે તો સરકાર કેમ કાળાબજારી પર રોક નથી લગાવતી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી.

તમે જે કહો છો કે ઇન્જેક્શનની અછત છે તે વાત માનવામાં આવે તેવી નથી. તમારા જ આકડાં છે. રેમડેસિવિરર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફીડેવિટમાં નથી. તેનું પેજ ક્યાં છે. તમે કહો છો કે 53% બેડ ખાલી છે. તો શા માટે લોકોને હોસ્પિટલની બહાર ઉભું રહેવું પડે છે, ઘરે જવું પડે છે.  હાઈકોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો.આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે અને કેવી રીતે પબ્લિકને જલ્દીથી મળશે તે સરકાર જણાવે. મોટા ટાઉન અને તાલુકામાં આરટીપીસીઆરની શું સગવડ છે તેમાં સરકારન રસ છે. પરંતું ડાંગમાં ટેસ્ટિંગને લઈને કોઈ જ વ્યવસ્થા નથી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શું વ્યવસ્થા છે તેમાં હાઈકોર્ટને રસ છે. અમે આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો

 રાજ્ય સરકારને પુછવામાં આવેલા પ્રશ્નો

તમામ મીડિયામાં સમાચાર આવે છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત છે તો તેને લઈ તમારું શુ કહેવું છે,હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી,સરકારને સવાલ કર્યો કે, રેમડેસિવિર મામલે તમારા નિષ્ણાંત તબીબોના સૂચનોની સાથે અન્ય ડોક્ટરોને પણ સાથે રાખી રેમડેસિવિરની આડઅસર અંગે માહિતગાર કરો. જેથી લોકલ ડોક્ટર લોકોને જરૂર વગર ઈન્જેક્શન લખે નહિ. મીડિયામાં આવ્યુ છે કે, ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેશન જેમને જરૂર નથી તેવા લોકોને પણ આપ્યા છે. તેમજ કાળાબજારી પર પણ રાજ્ય સરકાર દેખરેખ રાખે.રોજના 7000 કેસ  આવે છે એવું તમે કહો છો. રોજના 5000 એડમિટ થાય છે. તો જે લોકો ઘરે છે તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત નથી પડવાની. તો શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે.WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ? સરકારને સવાલ કર્યો કે,કમલ ત્રિવેદી તમને ખબર છે ખરી ઇન્જેક્શનની ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છેઅમદવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઇન્જેક્શન છે, પરંતુ ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે તેનો ખ્યાલ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…