Not Set/ હુનરબાઝના સેટ પર કેમ રડી કોમેડી ક્વિન ભારતી સિંહ, પતિ હર્ષ લિંબાચિયા પણ કેમ થયો ભાવુક..જાણો

રિયાલિટી શો ‘હુનરબાઝ… દેશ કી શાન’ (હુનરબાઝ) દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, શોનો લેટેસ્ટ પ્રોમો વીડિયો સામે આવ્યો છે, આ શોમાં હોસ્ટ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા ભાવુક થતા જોવા મળે છે

Entertainment
11 78 હુનરબાઝના સેટ પર કેમ રડી કોમેડી ક્વિન ભારતી સિંહ, પતિ હર્ષ લિંબાચિયા પણ કેમ થયો ભાવુક..જાણો

રિયાલિટી શો ‘હુનરબાઝ… દેશ કી શાન’ (હુનરબાઝ) દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. શોનો લેટેસ્ટ પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ શોમાં હોસ્ટ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા ભાવુક થતા જોવા મળે છે. વીડિયોમાં કરણ ભારતીને ગળે લગાવે છે અને  તેને ચૂપ કરી રહ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું થયું જેનાથી કોમેડી ક્વીન રડી પડી.

હકીકતમાં, હુનરબાઝના સ્ટેજ પર ડાન્સ ક્રૂએ બંનેની લવ સ્ટોરી બતાવી છે. આ પ્રોમો વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ફીલ ક્રૂએ તેમનું પ્રફોમન્સ  ભારતી અને હર્ષની લવસ્ટોરીને સમર્પિત કર્યું. આ વીકએન્ડના વેલેન્ટાઈન સ્પેશિયલમાં એક એવું દ્રશ્ય જોવા મળશે  જે સૌથી ખાસ હશે. વીડિયોમાં ભારતી પહેલા સ્મિત કરે છે પરંતુ પછી તે એકદમ ભાવુક દેખાય છે.

Instagram will load in the frontend.

આ પ્રોમો વીડિયોમાં ભારતી સિંહ તેનું પરફોર્મન્સ જોઈને રડવા લાગે છે. હર્ષ પણ ખૂબ જ લાગણીશીલ દેખાય છે. પર્ફોર્મન્સ દરમિયાન ભારતીની આંખોમાંથી આંસુ સ્પષ્ટપણે પડતાં જોવા મળે છે. શોની જજ પરિણીતી ચોપરા તેને ગળે લગાવી રહી છે અને કરણ જોહર પણ તેને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ ભારતી સિંહે શો ‘હુનરબાઝ… દેશ કી શાન’ના સેટ પર મિથુન ચક્રવર્તીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, તે અભિનેતાના ચહેરાને બાળક જેવો બનાવવા માટે Instagram ના બાળ ચહેરાનો ઉપયોગ કરે છે. જો કે અભિનેતાને આ વાતની જાણ નથી અને તે ભારતીને આ વિશે પૂછતા પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા માતા-પિતા બનવાના છે. આ દરમિયાન ભારતી ઘણીવાર બેબી બમ્પ બતાવતા ફોટોશૂટ કરાવે છે. ભારતીએ જણાવ્યું હતું કે તેની ડિલિવરી એપ્રિલમાં થવાની છે.