Reality Show/ Weekend Ka Vaar માં સલમાન લઇ શકે છે આ કન્ટેસ્ટન્ટની ક્લાસ

બિગ બોસ 15 માં શમિતા શેટ્ટી અને દેબોલિના ભટ્ટાચારજી વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. બીજી તરફ કરણ કુન્દ્રાએ પ્રતિક સહજપાલને ઝઘડાની વચ્ચે ધક્કો મારી દીધો હતો.

Entertainment
બિગ બોસ 15

બિગ બોસની સીઝન 15 માં પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે તમે આગળની સીઝનમાં જોયા હતા. આ વખતે બિગ બોસ 15 ની સ્પર્ધકો શમિતા શેટ્ટી અને દેબોલિના ભટ્ટાચારજી વચ્ચેની ગંદી લડાઈ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. તલવારનાં કાર્ય દરમિયાન બન્ને વચ્ચે ઘણી ખતરનાક લડાઈ થઈ હતી. દેબોલિના આ ટાસ્કમાં ઓપરેટરોમાંથી એક હતી જ્યારે શમિતા એક ખેલાડી હતી. પ્રથમ રાઉન્ડમાં, શમિતાને લાગ્યું કે ઓપરેટરો પક્ષપાતી છે અને તેથી તેણે બીજા રાઉન્ડમાં નહીં રમવાનું નક્કી કર્યું. જો કે, શમિતાએ ત્રણેય ઓપરેટરો વિરુદ્ધ ટોણો મારવાનું અને ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું.

11 2021 12 04T120021.411 Weekend Ka Vaar માં સલમાન લઇ શકે છે આ કન્ટેસ્ટન્ટની ક્લાસ

આ પણ વાંચો – માફી / આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત…

જણાવી દઇએ કે, ‘બિગ બોસ 15’માં શમિતા શેટ્ટી અને દેબોલિના ભટ્ટાચારજી વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. બીજી તરફ કરણ કુન્દ્રાએ પ્રતિક સહજપાલને ઝઘડાની વચ્ચે ધક્કો મારી દીધો હતો. ગયા અઠવાડિયે ઘરમાં આ બે મોટા ઝઘડાઓ પછી, સલમાન ખાન વિકેન્ડ કા વારમાં આ મુદ્દો ઉઠાવે તો નવાઇ નહી. સલમાન ખાન કરણ કુન્દ્રાનો સખત ક્લાસ લેવાનો છે અને તે તેને પૂછશે કે શા માટે પ્રતિક હંમેશા તેના નિશાના પર રહે છે. અત્યાર સુધી સલમાન પર એવા આરોપો લાગ્યા છે કે તે શમિતા શેટ્ટીની તરફેણ કરે છે પરંતુ આ અઠવાડિયે તે તેને પણ છોડવાના મૂડમાં નથી. કારણ કે જે રીતે તેણે બિગ બોસનાં ઘરનો માહોલ બનાવ્યો છે તે જોઇને સલમાનનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. જો કે આ પહેલીવાર હશે જ્યારે સલમાન ખાન શમિતાને ખરી ખોટી સંભળાવશે. ટ્વિટર હેન્ડલ ધ ખબરીએ જણાવ્યું કે, સલમાન ખાન અભિજીત બિચકુલેનાં મુદ્દાને લઈને શમિતાને કઠિન સવાલ પૂછવા જઈ રહ્યો છે. હવે શમિતા શું જવાબ આપશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.

11 2021 12 04T120128.242 Weekend Ka Vaar માં સલમાન લઇ શકે છે આ કન્ટેસ્ટન્ટની ક્લાસ

આ પણ વાંચો – હાસ્યની છોળો ઉડાડતી ફિલ્મ / કોરોના,ઓમિક્રોનના સમાચાર વાંચીને, સાંભળીને કંટાળી ગયા છો? તો ધનધતુડીપતુડી જોઈ નાંખો

જો બધાની નજર વીકેન્ડ કા વારમાં એલિમિનેશન પર છે, તો અમે તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે કોઈ એલિમિનેશન થવાનું નથી. ખબરીએ ટ્વીટ કરીને લખ્યું કે સલમાન ખાન કહેશે કે આ અઠવાડિયે કોઈ બેઘર નહીં થાય. સાથે જ કહે છે, ‘અંદર સડતા રહો.’