Israeli Army in Gaza/ શા માટે ઇઝરાયલે અચાનક ગાઝા પટ્ટીમાંથી તેની સેના પાછી ખેંચવાનું શરૂ કર્યું? IDF કમાન્ડરે જણાવ્યું હુમલાની નવી યોજના, ઈરાન સાથે યુદ્ધ અંગે પણ નિવેદન આપ્યું

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને છ મહિના વીતી ગયા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 33 હજાર પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Top Stories World
Beginners guide to 2024 04 08T122557.077 શા માટે ઇઝરાયલે અચાનક ગાઝા પટ્ટીમાંથી તેની સેના પાછી ખેંચવાનું શરૂ કર્યું? IDF કમાન્ડરે જણાવ્યું હુમલાની નવી યોજના, ઈરાન સાથે યુદ્ધ અંગે પણ નિવેદન આપ્યું

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને છ મહિના વીતી ગયા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 33 હજાર પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયેલી સેનાએ રવિવારે જાહેરાત કરી હતી કે તેમને દક્ષિણ ગાઝા શહેર ખાન યુનિસમાંથી તેની સેના પાછી ખેંચી લીધી છે. અધિકારીઓએ કહ્યું છે કે સેના હમાસના ગઢ રફાહમાં જવાની તૈયારી કરી રહી છે.

અહેવાલ અનુસાર, ઇઝરાયેલ આર્મી (IDF)ના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અમે હવે રોકવાના નથી. હમાસના વરિષ્ઠ અધિકારીઓ હજુ પણ દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારમાં છુપાયેલા છે, અમે તેમની પાસે પહોંચીશું.

માહિતી અનુસારઈઝરાયેલ રફાહને ખાલી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસમાંથી ઇઝરાયેલી સૈનિકો પાછા હટાવવાનો હેતુ રફાહ સહિત વધુ મિશન માટે દળોને તૈયાર કરવાનો હતો. તેમણે કહ્યું કે જ્યારે હમાસનું શહેરમાં લશ્કરી માળખું તરીકે અસ્તિત્વ બંધ થઈ ગયું, ત્યારે ખાન યુનિસમાંથી સૈનિકો પાછી ખેંચી લેવામાં આવી. અમારા દળોએ ભવિષ્યના મિશનની તૈયારી માટે વિસ્તાર છોડી દીધો.

ઈરાન પર ઈઝરાયેલે શું કહ્યું?

IDF ચીફ હલેવીએ એમ પણ કહ્યું કે ઈઝરાયેલ ઈરાનના સંભવિત હુમલાથી પોતાને બચાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાને ગયા અઠવાડિયે સીરિયામાં ઈઝરાયેલના કથિત હવાઈ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે જેમાં ઈરાનના ટોચના કમાન્ડરનું મોત થયું હતું. હલેવીએ કહ્યું કે IDF તેહરાન સાથે “હુમલા અને સંરક્ષણમાં” સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Delhi Liquor/એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:gangrape/બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:મધ્યપ્રદેશ/ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા