Not Set/ ભગવાન શ્રી કૃષ્ણએ તેમની અતિપ્રિય વાંસળી કેમ તોડી નાખી હતી.? 

રાધાજીની વેદના ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે…’

Dharma & Bhakti
krishna ભગવાન શ્રી કૃષ્ણએ તેમની અતિપ્રિય વાંસળી કેમ તોડી નાખી હતી.? 

શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. રાધા વિના શ્યામ અધુરો  છે. અને રાધાજીની વેદના ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે…’

કૃષ્ણ કથા રાધાજી વિના અધૂરી છે.બંનેના લગ્ન થયા ન હોવા છતાં તેમનો પ્રેમ આજે પણ અમર છે.મંદિરોમાં કૃષ્ણની સાથે આજે પણ રાધારાણી ની પૂજા થાય છે.  શ્રીકૃષ્ણ અને રાધા જી વચ્ચે આધ્યાત્મિક સંબંધ હતો.વાર્તા પ્રમાણે રાધાએ અનય સાથે લગ્ન કર્યાં હતાં.

An artistic ode to Lord Krishna - Times of India

શ્રી કૃષ્ણથી છૂટા થયા પછી,રાધા રાણી ફરી એકવાર તેમના મળવા માટે દ્વારકા શહેર પહોચ્યા હતા. પોતાની રાધારાણીને જોઈ કૃષ્ણને ઘણો આનંદ થયો અને રાધાજીના આગ્રહથી તેમણે તેને પોતાના મહેલમાં દેવિકા તરીકે નિયુક્ત પણ કર્યા. શાસ્ત્રો મુજબ દ્વારકામાં રાધા રાણીને કોઈ ઓળખતું ના હતું. દેવિકા બન્યા પછી,રાધા મહેલમાં  કૃષ્ણના માત્ર દર્શનથી ખુશ થી હતી. પરંતુ રાધાના મનમાં હંમેશાં એવો જ ડર રહેતો હતો કે તે કદાચ હવે તેનાકૃષ્ણ દુર નાં થઈ જાય. આ બેચેનીમાં તે એક દિવસ પોતે મહેલની બહાર નીકળી જાય છે.

Art villa Radha Krishna Painting (Synthetic, 35 cm x 50 cm x 2 cm):  Amazon.in: Home & Kitchen

રાધાની આ છેલ્લી ઇચ્છા હતી
અંતર્યામી કૃષ્ણને બધુ જ ખબર હતું અને તે રાધાની પાછળ પણ ગયા.પરંતુ, તે રાધાના જીવનની અંતિમ ક્ષણ હતી.કૃષ્ણે રાધાને પૂછ્યું,તો રાધાએ ઇચ્છા વ્યક્ત કરી કે તેમણે કૃષ્ણની વાંસળીનો મધુર અવાજ સાંભળવો છે. કૃષ્ણ એ ત્યાં વાંસળી વગાડવાનું શરૂ કર્યું. અને રાધાએ ટૂંક સમયમાં જ પોતાનો જીવ ત્યાગી દીધો. ભગવાનને રાધાનું મૃત શરીર જોઈને ખૂબ દુઃખ થયું.અને તેમને પોતાની વાંસળી તોડી તેને ફેંકી દીધી.

PAF Radha Krishna Wall Painting With Frame for Home Decoration (size 12 x  18 inch): Amazon.in: Home & Kitchen

રાધા લક્ષ્મીનું સ્વરૂપ હતા
પૌરાણિક કથા અનુસાર, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુના આઠમા અવતાર હતા.તે જ સમયે,રાધાજી લક્ષ્મીનું સ્વરૂપ હતા.બીજી બાજુ,એવું માનવામાં આવે છે કે રુક્મિણી રાધા રાનીનું આધ્યાત્મિક સ્વરૂપ છે,કદાચ તેથી જ કૃષ્ણએ તેમની સાથે લગ્ન કર્યાં.