@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ
અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં નજીવી તકરારમાં હત્યાની કોશિશની ઘટના બનતા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો.
બનાવમાં વપરાયેલી રોયલ એનફિલ્ડ બુલેટ મોટર સાઇકલને પોલીસે મુદ્દામાલનાં સ્વરૂપમાં જપ્ત કરી હતી. જે બાઈકને છોડાવવા માટે સૌ પ્રથમ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ નંબર ૨૦ માં અરજદાર વિપુલ વ્યાસે સીઆર પીસી ની કલમ ૪૫૧ મુજબની મુદ્દામાલ પરત મેળવવા માટેની અરજી કરી હતી. જે અરજી પર સુનવણી થયા બાદ તેને નામદાર કોર્ટે નામંજૂર કરી દીધી હતી. જેથી અરજદારે સીઆરપીસીની કલમ ૩૯૭ મુજબની ક્રિમીનલ રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જેના પર વિડિયો કોન્ફરન્સ દ્વારા સુનવણી થતાં અરજદારે કોર્ટની સમક્ષ એવી દલીલ કરી હતી કે ગુનામાં વપરાયેલ રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક તેમના પિતા વિષ્ણુભાઈ વ્યાસનાં નામ ઉપર લીધી હતી અને તેમનું વર્ષ ૨૦૧૭ માં કુદરતી રીતે અવસાન થયું હતું.
બનાવ ૨૦૧૯ નો છે અને બાઈકનાં મૂળ માલિકનો વર્ષ ૨૦૧૭ માં અવસાન થયેલ છે. જેથી બનાવમાં તેમના પિતાની કોઈ સંડોવણી નથી માટે બાઇક ને પરત આપી દેવી જોઈએ. સાથે જ બાઇક ઘણા સમયથી પોલીસ સ્ટેશનનાં કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. જેંથી તેના સ્પેર પાર્ટ બગડી શકે છે. અરજદારે સેશન્સ કોર્ટમાં તેમના પિતાનું મરણ સર્ટિફિકેટ, બાઇકનાં ડોક્યુમેન્ટ સહિત અન્ય પુરાવા પણ રજૂ કર્યા હતા. નામદાર સેશન્સ કોર્ટે અરજદારનાં તરફથી રજૂ થયેલા પુરાવા, અને સરકારી વકીલ તરફથી રજૂ થયેલા પુરાવા તેમજ પોલીસ તપાસનાં પુરાવાને ધ્યાને રાખીને રોયલ એનફિલ્ડ બુલેટ મોટર સાઈકલને અરજદારને પરત ન સોંપવાનો હુકમ જાહેર કરીને મેટ્રો કોર્ટે અગાઉ કરેલા હુકમને માન્ય ગણ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
