Not Set/ કેમ ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે..? 14 ફેબ્રુઆરીએ કોના દ્વારા અને શું કામ સેન્ટ વેલેન્ટાઇનને આપવામાં આવી હતી ફાંસી..?

શું તમે જાણો છો કે વેલેન્ટાઇન ડે  કેમ ઉજવવામાં આવે છે. શું ઈતિહાસ છે તેની પાછળ તો આવો આજે આપણે જાણીએ કે વેલેન્ટાઇન દિવસ કેમ ઉજવવામાં આવે છે. ત્રીજી શતાબ્દીમાં 14 ફેબ્રુઆરીના દિવસે જ રોમમાં ક્લાઉડિયસ બીજાનાં શાસન દરમિયાન સેન્ટ વેલેન્ટાઇનને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દુનિયામાં વેલેન્ટાઇન દિવસ મનાવવાની શરૃઆત થઈ. રોમન […]

Trending

શું તમે જાણો છો કે વેલેન્ટાઇન ડે  કેમ ઉજવવામાં આવે છે. શું ઈતિહાસ છે તેની પાછળ તો આવો આજે આપણે જાણીએ કે વેલેન્ટાઇન દિવસ કેમ ઉજવવામાં આવે છે.

ત્રીજી શતાબ્દીમાં 14 ફેબ્રુઆરીના દિવસે જ રોમમાં ક્લાઉડિયસ બીજાનાં શાસન દરમિયાન સેન્ટ વેલેન્ટાઇનને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દુનિયામાં વેલેન્ટાઇન દિવસ મનાવવાની શરૃઆત થઈ. રોમન સમ્રાટ કલાઉડિયસ એક ક્રૂર તાનાશાહ હતો.

Image result for sent valentine

તેનાં શાસન દરમિયાન કેટલાંય અપ્રિય અને ખૂની અભિયાન ચલાવવામાં આવ્યાં. સમ્રાટને શક્તિશાળી સેના બનાવીને તેને ટકાવી રાખવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ક્લાઉડિયસને લાગતુ હતું કે રોમનાં લોકોને તેમની પત્ની અને કુટંબ સાથે મજબૂત લગાવ હોવાને કારણે તેઓ સેનામાં ભરતી નથી થઈ રહ્યાં.

Image result for sent valentine

આ સમસ્યાનો હલ કાઢવા માટે ક્લાઉડિયસે રોમમાં લગ્ન પર રોક લગાવી દીધી, પરંતુ પાદરી વેલેન્ટાઇને સમ્રાટના આદેશને લોકો સાથેની નાઇન્સાફીના જેવો ગણ્યો. સમ્રાટના આદેશને પડકાર આપતાં વેલેન્ટાઇન ચોરીછૂપીથી યુવાન પ્રેમીઓની જોડીઓનાં લગ્ન કરાવતા હતા. વેલેન્ટાઇનનાં કામ વિશે ક્લાઉડિયસને જ્યારે જાણ થઈ ત્યારે તેણે પાદરીની હત્યાનો આદેશ જારી કર્યો.

Image result for sent valentine

વેલેન્ટાઇનને ગિરફતાર કરીને તેને અદાલતની સામે પેશ કરવામાં આવ્યા. અદાલતે વેલેન્ટાઇનને મોતની સજા ફરમાવી. 14 ફેબ્રુઆરી 270માં વેલેન્ટાઇનને મોતની સજા કરવામાં આવી. એવું કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને જેલમાં જ બેઠાં બેઠાં જેલરની છોકરીને પત્ર લખ્યો હતો અને અંતમાં લખ્યું હતું કે ‘તમારો વેલેન્ટાઇન.’

Image result for sent valentine

વેલેન્ટાઇનનો પ્રેમસંદેશ આજે પણ દુનિયામાં જીવતો છે. પાછળથી તેમને પ્રેમના પ્રસાર માટે સેન્ટની ઉપાધિ આપવામાં આવી હતી, ત્યારથી લઈને દર વર્ષે દુનિયાભરમાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇનના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ફૂલ, ચોકલેટ અને ભેટો આપીને પોતાના પ્રેમનો એકરાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.