દામોદર કુંડ/ ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે

દામોદર કુંડ એટલે કે ભારતની 42 નદીઓ માની એક નદી એટલે કે સોનરખ નદી અહીંથી પસાર થાય છે.  વર્ષમાં એક વાર જ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવામાં આવે છે

Dharma & Bhakti
J4 1 1 ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે

સંત સુરા અને સાતત્યની ભૂમિ એટલે જુનાગઢ ભાદરવી અમાસે જુનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ નો અનેરો મહિમા છે, આવો જોઈએ ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે.  શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસના દિવસે લોકો ગિરનારની ગોદમાં આવેલા દામોદર કુંડ ખાતે પિતૃ તણપણ માટે ઉમટી પડે છે. દામોદર કુંડ એટલે કે ભારતની 42 નદીઓ માની એક નદી એટલે કે સોનરખ નદી અહીંથી પસાર થાય છે.  વર્ષમાં એક વાર જ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવામાં આવે છે અને લોકો સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે સાથે ભવનાથની અંદર શિવરાત્રી જેવો માહોલ છવાય ઉઠ્યો હતો. દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા તેમજ મોક્ષ માટે પીપળા ને પાણી રેડવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

4 2 10 ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે

દામોદર કુંડમાં નરસિંહ મહેતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ સ્નાન કર્યું હતું. પિતૃપક્ષમાં આવતા આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે, જે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરી કરવામાં આવે ફક્ત જૂનાગઢમાં જ નહીં પરંતુ ગુજરાત ભરના લોકો દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ કરવા ઉમટી પડ્યા હતા.

j2 6 ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે

આ કુંડમાં પિતૃ તર્પણ તેમજ પારસ પીપળે પાણી રેડી પિતૃઓ ના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. અને શિવરાત્રી જેવો માહોલ ભવનાથમાં ભાદરવી અમાસના દિવસે જોવા મળી રહ્યો છે.  આમ દામોદર કુંડનો ધાર્મિક રીતે અનેરો મહિમા જણાય છે.

 મૃગીકુંડની ખાસિયત - 50 ફૂટ પહોળો 5 ફૂટ ઊંડો અને 257 ફૂટ લાબો મૃગીકુંડ સારી રીતે બંધાયેલા ઘાટથી ઘેરાયેલું છે. ગિરનાર ડુંગરો ઉપર જવા માટેના પગથિયા દામોદર કુંડથી શરૂ થાય છે. અહીં વૈષ્ણવ પરંપરા દ્વારા શ્રી દામોદરજીની સેવા સંપ્રત-યુગમાં કરવામાં આવી રહી છે. શ્રી દામોદરજી ગિરી નારાયણ બ્રાહ્મણ સમુદાય અને અન્ય કેટલાક સ્થાનિક સમુદાયોના ઇષ્ટદેવ છે. પરંપરાગત માન્યતા મુજબ, ગિરી નારાયણ સમુદાય આશરે 12000 વર્ષ પહેલાથી અહીં રહે છે.

પૌરાણિક કથા

પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો.

j5 1 5 ભાદરવી અમાસના દિવસે શા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે

બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

આસ્થા / ભગવાન ગણેશની મૂર્તિ કેવી રીતે પસંદ કરવી, આ બાબતો ધ્યાનમાં રાખો