Not Set/ માળીયા/ સુલતાનપુરની ઘોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીઓના અચાનક મોત કેમ..?

સુલતાનપુર પાસે નદીના પાણીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દીધાની ચર્ચા હજારો નાની માછલીના મોત ગ્રામજનોમાં રોષ માછલીના થપ્પા લાગી ગયા માળીયામિંયાણાના સુલતાનપુર પાસે ઘોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દેતા અસંખ્ય માછલીઓ મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ માળીયાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના […]

Gujarat Others
માછલી માળીયા/ સુલતાનપુરની ઘોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીઓના અચાનક મોત કેમ..?
સુલતાનપુર પાસે નદીના પાણીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દીધાની ચર્ચા
હજારો નાની માછલીના મોત
ગ્રામજનોમાં રોષ
માછલીના થપ્પા લાગી ગયા
માળીયામિંયાણાના સુલતાનપુર પાસે ઘોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દેતા અસંખ્ય માછલીઓ મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ માળીયાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દેતા હજારો માછલીઓના તડપી તડપી મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
ઝેરી દવાની અસરથી હજુ પણ અનેક માછલાઓ તરફડીયા મારી રહી છે. તો અસંખ્ય માછલીઓના ટપોટપ મોત થતા રોષ ભભૂકી ઉઠ્યો છે.  હાલ નદી કાંઠે હજારોની સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓના ઢગલાઓ ખડકાયા છે, જેથી અહીથી પસાર થતા લોકોમાં અને પશુઓના આરોગ્ય પર ખતરો ઉભો થાય તેવી દહેશત ઉભી થઈ છે. તેમજ નદીનુ પાણી નાના મોટા પશુઓ પીવે તો ઝેરી અસર થાય તેવો ભય હાલ ગ્રામજનોને સતાવી રહ્યો છે.
માળિયા ફીસ માળીયા/ સુલતાનપુરની ઘોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીઓના અચાનક મોત કેમ..?
અત્રે ઉલ્લેખનીય છેકે અસંખ્ય માછલીના ટપોટપ મોત થયાનુ કારણ હજુ ચોકકસ જાણી શકાયુ નથી પરંતુ હાલ તો માછલીઓના મોતનુ કારણ ઝેરી દવા હોઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે. જોકે માછલીઓને તડપાવી તડપાવી મારવાનુ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ  વિરૂધ્ધ આ દિશામાં તંત્ર કે ગ્રામજનો કોઈ પગલા લેશે ? આમ અસંખ્ય માછલીઓના મોતથી માછલીઓના થપ્પા લાગી ગયા છે જેની દુર્ગંધ ફેલાવવાથી રોગચાળોનો ભય ગ્રામજનો પર મંડરાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.