Not Set/ કચ્છમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ રણ “સફેદ” કેમ છે..?

કચ્છનું સફેદ રણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બન્યું છે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં રણોત્સવની મુલાકાતે આવે છે પણ આ રણ સફેદ રણ કેવી રીતે બન્યું તેના વિષે જાણીએ. કચ્છમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક ટુરિઝમ હબ બની ગયું છે. પરંતુ આ સફેદ રણ શું છે ? માત્ર કચ્છમાં જ […]

Uncategorized
kutch 1 કચ્છમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ રણ "સફેદ" કેમ છે..?

કચ્છનું સફેદ રણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બન્યું છે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં રણોત્સવની મુલાકાતે આવે છે પણ આ રણ સફેદ રણ કેવી રીતે બન્યું તેના વિષે જાણીએ.

કચ્છમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક ટુરિઝમ હબ બની ગયું છે. પરંતુ આ સફેદ રણ શું છે ? માત્ર કચ્છમાં જ કેવી રીતે નિર્માણ પામ્યું આ સફેદ રણ.., વિગેરે બાબતો માટે મંતવ્ય ન્યૂઝની ટીમે કચ્છ યુનિવર્સીટીના એનવાયરમેન્ટલ સાયન્સ વિભાગના પ્રોફેસર પાસેથી અનેક રોચક તેમજ ભૌગોલિકતા અંગે ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે.

Related image

કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ રણ, ડુંગર અને દરિયો ધરાવે છે કચ્છનો અખાત અરબી સમુદ્ર નજીક આવેલો છે કચ્છનું રણ અરબી સમુન્દ્ર કરતા ઊંચાઈમાં આવેલું છે તે રણની ખાસિયત છે વર્ષાઋતુમાં સી લેવલના પવનો સાઉથ – વેસ્ટમાંથી આવે છે અને હાઈ પ્રેસર સર્જાય છે. તેનાથી દરિયાઈ ભરતી આવે છે ભરતી નું પાણી કચ્છના રણમાં આવે છે રણ એકદમ સપાટ વિસ્તાર હોવાથી પાણી પથરાઈ જાય છે.  જે દરિયામાં પાછું જઈ શકતું નથી, આ પાણી રણમાં જ રહે છે.

Image result for Why the world famous desert in Kutch is white ..?

ગરમીમાં પાણી બાષ્પીભવન થાય છે અને પાછળ ખાલી બચે છે સોલ્ટ તે સપાટી ઉપર રહે છે અને તેથી મીઠાનું રણ જોવા મળે છે. બીજું કે સમુદ્રના પાણીમાં 3.5 ટકા સોલ્ટ કોન્સન્ટ્રેન્ડ હોય છે જેમાં અલગ અલગ જાતના મીઠાનું પ્રમાણ છે.  કેલ્શિય ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા સોલ્ટ દરિયાના પાણીમાં હોય છે.  તેની સાથે H2O એટલે પાણી પણ આવેલું છે  45 થી 50 ટકા ડિગ્રી તાપમાનમાં અમુક ટકા બાષ્પીભવન થઇ જાય છે અને મીઠાનો ભાગ બાષ્પીભવન થઈ શકતો નથી તેના કારણે જમીન ઉપર મીઠાનું પડ તૈયાર થાય છે જે સફેદ રણ તરીકે આકાર લે છે.

Related image

કચ્છના સફેદ રણમાં દરિયાની ભરતી નું પાણી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી મીઠું આપમેળે બની જાય છે આ મીઠું કાચું હોય છે રણમાં 20 થી 25 હજાર સ્ક્વેર કિલોમિટર વિસ્તારમાં સફેદ રણ બને છે. તે કચ્છનો અખાત છે. રણમાં વરસાદી પાણી વધારે હોય છે. વરસાદ પડે ત્યારે સફેદ મીઠું ઓછું જોવા મળે છે.  રણ પણ બે પ્રકારના જોવા મળે છે. તેમાં એક હોટ ડેઝર્ટ અને એક કોલ્ડ ડેઝર્ટ કચ્છનું રણ હોટ ડેઝર્ટ માં આવે છે.

Image result for Why the world famous desert in Kutch is white ..?દુનિયામાં વાઈટ રણ છે તે ઇજિપ્તમાં આવેલું છે. પણ એ રણ લાઈમસ્ટોન એટલે સફેદ રંગ વાળુ છે. કચ્છમાં  આવેલું રણ મીઠાનું છે.  જે પણ સફેદ છે કચ્છના સફેદ રણને ગુજરાત પ્રવાસન દ્વારા જ્યારથી પ્રવાસન સાથે જોડવામાં આવ્યું છે. ત્યારથી વધારે દુનિયામાં જાણીતું બન્યું છે આજે દેશ-વિદેશના પ્રવાસીઓની મુલાકાત લે છે અને બોલી ઊઠે છે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.