Not Set/ સાબરકાંઠા / વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કેમ કરવામાં આવી..? …

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલ સાચા આદિવાસી બચાવ આંદોલન ના સમર્થન માં જઇ રહેલા સાબરકાંઠા જિલ્લાના વનવાસી સમાજના આગેવાનો સહિત ખેડબ્રહ્મા ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના દંડક અશ્વિન કોટવાલ ની મોતીપુરા થી પોલીસે અટકાયત કરી હતી. સાબરકાંઠા જીલ્લા ના આદીવાસ સમાજ દ્રારા ગાંધીનગરમાં યોજાઇ રહેલ આદીવાસી આંદોલન ને સમર્થન કરવા માટે કુચ કરવામાં આવી […]

Gujarat Others
કોટવાલ સાબરકાંઠા / વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કેમ કરવામાં આવી..? ...
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલ સાચા આદિવાસી બચાવ આંદોલન ના સમર્થન માં જઇ રહેલા સાબરકાંઠા જિલ્લાના વનવાસી સમાજના આગેવાનો સહિત ખેડબ્રહ્મા ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના દંડક અશ્વિન કોટવાલ ની મોતીપુરા થી પોલીસે અટકાયત કરી હતી.
સાબરકાંઠા જીલ્લા ના આદીવાસ સમાજ દ્રારા ગાંધીનગરમાં યોજાઇ રહેલ આદીવાસી આંદોલન ને સમર્થન કરવા માટે કુચ કરવામાં આવી છે અને જેને લઇને પોલીસે પણ આ કુચને અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. મોટી સંખ્યામાં આદીવાસ સમાજના લોકો અને આગેવાનો ગાંધીનગર તરફ વહેલી સવાર થી રવાના થયા છે. રસ્તામાં કેટલાક સ્થળે તેમને અટકાવવામાં પણ આવ્યા છે. આદીવાસી સમાજની માંગ છે કે ભરવાડ,રબારી,ચારણ, અને ગઢવી સમજો જેવા કેટલાક સમાજને આદીવાસી સમાજમાં સમાવેશ કરવામા આવ્યો છે અને જેને લઇને સાચા આદીવાસી સમાજના લોકોને નુકશાન થઇ રહ્યુ છે.
તેમના હીતો પર તરાપ વાગી રહી છે અને જેને દુર કરવા માટે સાચા આદીવાસી સમાજ દ્રારા હવે વિરોધ કરવામાં આવી રહ્યુ છે. ભાજપ કે કોંગ્રેસ સહીત તમામ રાજકીય રીતે જોડાયેલા આદીવાસી સમાજના નેતાઓ આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે. આ દરમ્યાન પોલીસે હિંમનતનગર થી આગળ વધી રહેલા ૧૫ લોકોના આદીવાસ સમુહને ડીટેઇન કરીને પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા.
વિધાનસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી દંડક અશ્વીન કોટવાલની પણ અટકાયત કરવામા આવી હતી. ઇડર નજીક જાદર પાસે પણ વીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.