બિહાર/ પતિને મારી સાથે સંબંધ નથી બાંધતો, પત્ની ફરિયાદ લઇ પહોંચી પોલીસ સ્ટેશન અને પછી…

પત્નીનો આરોપ છે કે લગ્ન બાદથી તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા નથી. જ્યારે તેણે તેના પતિને કારણ પૂછ્યું તો તેને માર મારવામાં આવ્યો.

Top Stories India
YouTube Thumbnail 2024 02 20T161133.791 પતિને મારી સાથે સંબંધ નથી બાંધતો, પત્ની ફરિયાદ લઇ પહોંચી પોલીસ સ્ટેશન અને પછી...

બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે સંબંધ નથી બાંધતો. પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાંના 7 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેણીએ તેના સાસરીયાઓ પર પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, મહિલા વૈશાલી જિલ્લાના લાલગંજની રહેવાસી છે. તેના લગ્ન બે વર્ષ પહેલા મુઝફ્ફરપુર જિલ્લાના અહિયાપુરના એક વ્યક્તિ સાથે થયા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ નથી રાખતો. તેણીએ હજુ સુધી સુહાગરાત પણ નથી કરી.

મહિલાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે તેના સાસરિયાઓને તેના પતિ વિશે ફરિયાદ કરી તો તેઓએ તેને ચૂપ રહેવા કહ્યું. પતિને સમજાવવાને બદલે પત્નીને ગાળો ભાંડી. જ્યારે પતિને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે પણ તેની સાથે મારપીટ કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેણીએ તેના પિયર જવા વિશે પૂછ્યું તો તેનો પતિ તેને ધમકી આપતો હતો અને કહેતો હતો કે જો તે ઘર છોડી જશે તો તે તેના પરિવારને મારી નાખશે.

મહિલા કોઈક રીતે તેના સાસરિયાના ઘરેથી ભાગી ગઈ હતી અને તેના દાદાની બીમારીના બહાને તેના પિયર ગઈ હતી. હવે તેના પિયરિયાની મદદથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા એસએચઓ અદિતિ કુમારીના જણાવ્યા અનુસાર, પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં પીડિતાના પતિ સહિત અન્ય છ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે પણ પરામર્શ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો. હવે પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર

આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કહ્યું- અમેઠીમાં હાજર છું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માર્યો ટોણો, કહ્યું- સ્વાગત માટે પ્રતાપગઢ અને સુલતાનપુરથી લોકોને લાવવા પડ્યા

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ