Kutch News/ હે ભગવાન રૂપિયા ન આપતા પત્નીએ કેરોસીન છાંટીને પતિને સળગાવ્યો

ભુજના સમત્રામાં એક વૃદ્ધ પતિને તેની પત્નીએ જીવતો સળગાવી દીધો હતો. વૃદ્ધ પુરુષે દોઢ વર્ષ પહેલા મહિલા સાથે લગ્ન કર્યા હતા અને જ્યારે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી.

Top Stories Gujarat Breaking News

Kutch News:આજકાલ પત્ની દ્રારા પતિને મોતને ઘાટ ઉતરવાના સમાચાર ખુબ જ ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના કચ્છના ભુજમાં બની છે,ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થઈ ગયા અને પતિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

આપણે લૂટેરી દુલ્હનના કિસ્સાઓ બહુ જોયા હશે જેમાં દુલ્હન પહેલા તો યુવક સાથે લગ્ન કરે છે અને થોડા સેમી પાહિ પૈસા અને ઘરેણાં લઈ ફુરર થઈ જાય છે.પરંતુ અત્યારે તો  પૈસા માટે હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ભુજના (Bhuj) સમત્રામાં એક વૃદ્ધ પતિને તેની પત્નીએ જીવતો સળગાવી દીધો હતો.વૃદ્ધ પુરુષે દોઢ વર્ષ પહેલા મહિલા સાથે લગ્ન (Marriage) કર્યા હતા અને જ્યારે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી. દાઝી ગયેલા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, અને માનકુવા પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લીધી છે. પ્રશ્ન એ રહે છે કે પત્નીએ કેરોસીન ક્યાંથી મેળવ્યું. શું તેણીએ અગાઉથી આયોજન કર્યું હતું, કે તેણીએ તે તેના પતિને સળગાવવા માટે લાવી હતી?

60 વર્ષીય વૃદ્ધે પત્નીના મૃત્યુ બાદ કર્યા હતા બીજા લગ્ન

આપને જણાવો દઈએ મૃતકના આ બીજા લગ્ન હતા, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આરોપી પત્ની પૈસા માટે આ રમત રમી રહી હશે અને તેથી જ તેણે તેના પતિને જીવતો સળગાવી દીધો. ફોટામાં વૃદ્ધ પુરુષ મોટી ઉંમરનો દેખાતો હતો, જ્યારે પત્ની નાની ઉંમરની દેખાય છે. વૃદ્ધ પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે. માનકુવા પોલીસે પત્નીને કસ્ટડીમાં લીધી છે, અને તેમણે સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં શું સત્ય બહાર આવે છે અને પત્ની શું ખુલાસો કરે છે તે જોવાનું બાકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા કેસમાં સાક્ષી પર કરાયો હુમલો

આ પણ વાંચો:ઇંગ્લેન્ડના હાઉટનમાં ગર્લફ્રેન્ડે તેના ચહેરા પર બુટ ફેંક્યું, પુરુષે 18 વાર છરી મારી કરી હત્યા…

આ પણ વાંચો:લોદરિયાળમાં પ્રેમીએ કરી વિવાહિત પ્રેમિકા સાથે પુત્રીની હત્યા, પ્રેમીએ કરી આત્મહત્યા