Gujarat News/ ગુજરાત કોંગ્રેસમાં રાહુલ ગાંધીના એક નિવેદનથી ફફડાટ, BJP ની બી ટીમ તરીકે કામ કરતા નેતાઓને હાંકી કઢાશે ?

રાહુલ ગાંધીના આ નિવેદનથી પક્ષના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ

Top Stories Gujarat

Gujarat News : રાહુલ ગાંધીના એક નિવેદનને પગલે કોંગ્રેસમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેમાં તેમણે  BJP ની બી ટીમ બની કામ કરતા કયા ફૂટેલા નેતાઓને કાઢી મુકવાનો ઈશારો કર્યો છે. રાહુલ ગાંધીએ ગુજરાત આવીને ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંક્યા છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં નવો સળવળાટ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલા પક્ષના ગદ્દારોને સીધા ઘર ભેગા કરવાની વાત કરી છે. જેમાં એક-બે નહિ, 30-40 લોકોને જરૂર પડ્યે હાંકી કાઢવાની વાત કરી છે. રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસ નેતાઓમાં ફફડાટ પેદા થયો છે. કયા નેતાઓને પક્ષ પાણીચું આપી દેશે તે જાણવા સળવળાટ થયો છે. BJP ની બી ટીમ બની કામ કરતા કયા ફૂટેલા નેતાઓને કાઢી મૂકાશે તેવી કાનાફૂસી શરૂ થઈ છે.

રાહુલ ગાંધીના આ નિવેદનથી પક્ષના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને જે કહ્યું તે નેશનલ મુદ્દો બની ગયો છે. અહી ગાંધી અને સરદારની ભૂમિ પરથી નવું ગુજરાત મોડલ ઉભું કરવાની વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ એક સૂરમાં સ્પષ્ટ મેસેજ આપી દીધો કે, તૈયાર રહેજો, ભાજપ સાથે મળીને કામ કરતા નેતાઓને ગમે ત્યારે હાંકી કઢાશે. તેઓને સંગઠનથી દૂર કરવામાં આવશે. હાલ સૌની નજર ગુજરાતના યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર છે. કોંગ્રેસનો આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ તો ગુજરાતથી થશે પણ 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશન બાદ આખા દેશમાં આ જ ગુજરાત મોડલ લાગુ કરાશે. સાથે જ રાહુલ ગાંધીએ નવા ચહેરાઓને તક આપવાની વાત કરી છે.

સતત નિષ્ક્રીય અને રિપીટ થતી નેતાગીરીને હટાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે હવે આવા નામો પર કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ નેતાઓ સાથે બેઠક કરીને ફરિયાદ કરી હતી કે, પક્ષના અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે. પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી. જૂના નેતાઓ નાના કાર્યકરોનું સાંભળતા જ નથી. ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઢ નેતાઓમાં રહી નથી.

કેટલાક નેતાઓ દ્વારા ફરિયાદ કરાઈ કે, કોંગ્રેસ ગુજરાતની જનતાની નાડ પારખવામાં થાપ ખાઈ રહી છે. આ જ કારણ છે કે, ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે.કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદમાં બરાબર એક મહિના પછી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત દેશભરમાંથી 3000 જેટલા નેતાઓ ભાગ લેશે. ચૂંટણીના રાજ્યોમાં આવા સંમેલનો ચોક્કસથી થોડા વહેલા યોજાય છે,

પરંતુ ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. રાહુલ ગાંધીનું અકાળે સક્રિય થવું અને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવું એ દિલ્હીની ચૂંટણીનો પ્રભાવ જણાય છે અને એવું લાગે છે કે કોંગ્રેસે 2022ની નહીં પણ 2017ની જેમ ગુજરાતની આગામી ચૂંટણી લડવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

આ પણ વાંચો:હવે શાળાઓમાં મધ્યાહન ભોજનની સાથે નાસ્તો પણ ઉપલબ્ધ થશે, સરકાર દ્વારા મંજૂર

આ પણ વાંચો:મધ્યાહન ભોજન યોજનાના ભોજન નિરીક્ષકોના પગારમાં સીધો દસ હજારનો વધારો